• આવતીકાલથી જમ્મુમાં રાજ્ય કારોબારીની બેઠક
  • વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે ઘડી રણનીતિ
  • ચૂંટણીની રણનીતિ પર મંથન થવાની સંભાવના 

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તમામની નજર આગામી કેટલાક મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. જમ્મુ અને કાશ્મીર પણ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા જમ્મુ અને કાશ્મીરમાં આગામી ચૂંટણીને લઈને હલચલ વધી રહી છે.વિધાનસભાની ચૂંટણીને લઇ BJPની એક મહત્વપૂર્ણ બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે જેમાં ચૂંટણીની રણનીતિ પર મંથન થવાની સંભાવના છે.

દિલ્હીમાં આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને આજે ભાજપના મુખ્યાલયમાં ભાજપના નેતાઓની બેઠક યોજાઈ રહી છે. આજે સાંજે 6.30 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રી બીએલ સંતોષની જમ્મુ-કાશ્મીર ભાજપના નેતાઓ સાથે બેઠક યોજાશે. બેઠકમાં જમ્મુ-કાશ્મીર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના ઉપરાંત સંગઠન મહાસચિવ અશોક કૌલ, સાંસદ જુગલ કિશોર શર્મા અને ડૉ. જીતેન્દ્ર સિંહ પણ હાજરી આપી રહ્યા છે.

રાષ્ટ્રીય મહાસચિવોની પણ બેઠક યોજાશે

જો કે આ બેઠક પહેલા આજે ભાજપ હેડક્વાર્ટર ખાતે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવોની બેઠક યોજાઈ રહી છે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીના સદસ્યતા અભિયાન અને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને ચર્ચા થઈ શકે છે.

આવતીકાલથી જમ્મુમાં રાજ્ય કારોબારીની બેઠક

જમ્મુમાં 5 અને 6 જુલાઈ (શુક્રવાર અને શનિવાર)ના રોજ ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે જેમાં પાર્ટીના વડા જેપી નડ્ડા પણ હાજરી આપશે. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પ્રભારી જી. કિશન રેડ્ડી પણ હાજર રહેશે. રાજ્યના પ્રભારી તરુણ ચુગ, સહ-પ્રભારી આશિષ સૂદ સહિત 2000 થી વધુ પ્રતિનિધિઓ કાર્યકારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

  • Follow us on: