- ક્રિકેટના મેદાન પર ઘણા ખેલાડીઓના ઈજાગ્રસ્ત થાય છે
- ઘણા ક્રિકેટરોએ મેદાનની વચ્ચે જ જીવ પણ ગુમાવ્યા
- આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેથી સામે આવ્યો
અવારનવાર ક્રિકેટના મેદાન પર ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાના અહેવાલો આવે છે. કેટલીકવાર ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ પણ થાય છે. એટલું જ નહીં ઘણા ક્રિકેટરોએ મેદાનની વચ્ચે જ જીવ પણ ગુમાવ્યા છે. ફિલ હ્યુજીસ સાથે મેદાન પર બનેલી ઘટનાને આજ સુધી કોઈ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ભૂલી શક્યો નથી. જ્યારે ફિલ હ્યુજીસનું બાઉન્સર લાગવાથી મોત થયું હતું.
પુણેમાં બની ઘટના
આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેથી સામે આવ્યો છે. પુણેના લોહેગાંવમાં બાળકો એકબીજા વચ્ચે ક્રિકેટ રમતા હતા. આ દરમિયાન બોલ બોલિંગ કરી રહેલા બાળકના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો, જેના પછી બોલરનું ક્રીઝ પર જ મોત થઈ ગયું. રિપોર્ટ્સ અનુસાર બોલિંગ કરનાર બાળકની ઉંમર 11 વર્ષની હતી.
બોલ વાગવાથી બાળકનું થયું મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુ પામનાર બાળકનું નામ શૌર્ય હોવાનું કહેવાય છે. જે તેના મિત્રો સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો જ્યારે તેનો એક મિત્ર બેટિંગ કરી રહ્યો હતો. બેટિંગ કરી રહેલા બાળકે શૌર્યના બોલને જોરથી માર્યો જે સીધો શૌર્યના પ્રાઈવેટ પાર્ટમાં વાગ્યો. બોલ વાગતાની સાથે જ શૌર્ય જમીન પર પડી ગયો. શૌર્યને પડતા જોઈ તેના મિત્રો પણ ડરી ગયા હતા.
બાકીના બાળકોએ નજીકમાં ક્રિકેટ રમતા અન્ય છોકરાઓને ઉતાવળે બોલાવ્યા. શૌર્યને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને શૌર્યએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.