- વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન બે T20 સિરીઝ રમશે
- આ સિરીઝ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સાથે રમાશે
- મોહમ્મદ આમિરને આયર્લેન્ડ જવાની મંજૂરી મળી નથી
પાકિસ્તાનની ટીમે હજુ T20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની ટીમ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સાથે T20 સિરીઝ રમવાની છે. જેના માટે પાકિસ્તાનની ટીમ ટૂંક સમયમાં આયર્લેન્ડ જવા રવાના થઈ શકે છે પરંતુ હજુ સુધી ટીમના એક પણ ખેલાડીની વિઝા સમસ્યા હલ થઈ નથી. જેના કારણે આ ખેલાડી જૂનમાં યોજાનારા T20 વર્લ્ડકપમાં ભાગ લઈ શકે છે.
મોહમ્મદ આમિરને મંજૂરી મળી નથી
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી લઈ લીધી છે અને ફરીથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાઈ ગયો છે. આમિર ન્યુઝીલેન્ડ સાથે રમાયેલી 5 મેચની T20 સીરીઝમાં રમતા જોવા મળ્યો હતો. જે બાદ આમિરને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સાથેની T20 સીરીઝ માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આમિર આયર્લેન્ડ જવા માટે વિઝાની મંજૂરી મેળવી શક્યો નથી.
સ્પોટ ફિક્સિંગમાં તેનું નામ આવ્યું ત્યારથી આમિર સામે આ સમસ્યા છે. આવી સ્થિતિમાં જો આમિરને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે વિઝા નહીં મળે તો તેને T20 વર્લ્ડકપ માટે અમેરિકા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો આમ થશે તો પાકિસ્તાનની ટીમને વર્લ્ડકપમાં મોટો ઝટકો લાગી શકે છે. જો કે પાકિસ્તાન ક્રિકેટને આશા છે કે મોહમ્મદ આમિરની વિઝાની સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ જશે, પરંતુ આમીરની અમેરિકાની યાત્રામાં વિલંબ થવાની પ્રબળ શક્યતા છે.
આ બે સિરીઝ પાકિસ્તાન માટે વર્લ્ડકપ કરતાં વધુ મહત્વની
પાકિસ્તાનની ટીમ આયર્લેન્ડ સાથે 3 મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. આ સીરિઝમાં પાકિસ્તાન ટીમના ખેલાડીઓ વર્લ્ડકપ માટેની તૈયારીઓની કસોટી કરવા માંગશે.સિરીઝની પ્રથમ મેચ 10 મેના રોજ રમાશે. પાકિસ્તાન ટીમની કમાન ફરી એકવાર બાબર આઝમના હાથમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આયર્લેન્ડ સાથેની સિરીઝની પ્રથમ મેચ બાદ વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી શકે છે.