• અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં માંગી માફી 
  • મસીહ પર બેલેટ પેપર સાથે ચેડા કરવાના આરોપ
  • ખોટા નિવેદનો કરવા બદલ કોર્ટને કરી આજીજી

ચંદીગઢ મેયરની ચૂંટણી દરમિયાન આઠ વોટને અમાન્ય બનાવવાનો આરોપ ધરાવતા અધિકારી અનિલ મસીહે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી. ફેબ્રુઆરીમાં આ અંગે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ચૂંટણી અધિકારી સામે કોર્ટના અવમાનના કેસમાં નોટિસ જારી કરી હતી.

ચંદીગઢમાં મેયરની ચૂંટણી દરમિયાન ગોટાળાના આરોપી પૂર્વ અધિકારી અનિલ મસીહે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. ચંદીગઢમાં 30 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલી મેયર ચૂંટણીમાં 8 મતોને અમાન્ય જાહેર કરવાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન તેણે માફી માંગી હતી. ફેબ્રુઆરીમાં આ અંગે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પૂર્વ ચૂંટણી અધિકારી અનિલ મસીહ સામે કોર્ટની અવમાનનાના મામલામાં નોટિસ જારી કરી હતી. કોર્ટે કબૂલ્યું હતું કે તેણે જાણી જોઈને મતો ગેરમાન્ય કર્યા હતા અને બાદમાં કોર્ટમાં ખોટા નિવેદનો દાખલ કર્યા હતા.

મસીહ પર હતું ભારે દબાણ: મુકુલ રોહતગી

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અનિલ મસીહ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે અનિલ મસીહે બિનશરતી માફી માંગી છે કારણ કે તેમના પર ભારે દબાણ હતું. રોહતગીએ કહ્યું કે તેણે પોતે મસીહ સાથે વાત કરી હતી અને તે તેના વર્તન માટે માફી માંગી રહ્યો હતો. વરિષ્ઠ વકીલે વધુમાં કહ્યું કે તેણે મસીહને સોગંદનામું પાછું ખેંચી લેવા અને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાની સલાહ આપી છે. 

  • Follow us on: