• સુખદેવ ગોગામેડીના હત્યારાઓને પોલીસે દબોચી લીધા
  • રેલવે સ્ટેશનની એક તસવીર પરથી ઝડપાયા આરોપીઓ
  • આરોપી નીતિનને તો કેનેડા જવાની આપી હતી લાલચ

 રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાને પોલીસે દબોચી લીધા છે. શૂટર્સ સહિત પોલીસે ચંદીગઢથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રીજો વ્યક્તિ એ છે જેણે બંને શૂટરોને ભાગવામાં મદદ કરી હતી. બંને શૂટરો પાંચ દિવસ સુધી પોલીસને ચકમો આપતા રહ્યા. ત્યારે આરોપીઓ કેવી રીતે ઝડપાયા, કોણ કોણ આ પ્લાનમાં સામેલ હતું વગેરેને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે.

એક તસવીરે પોલીસને અપાવી સફળતા

હરિયાણાના ધરુહેરા રેલવે સ્ટેશનની એક તસવીર હત્યારાઓ સુધી પહોંચવા માટે મહત્વની સાબિત થઇ છે. જ્યારે તેઓ ધરુહેરા રેલવે સ્ટેશન પર હતા ત્યારે તેમની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ, યોજનાને અંજામ આપ્યા પછી, બંને આરોપીઓ ડીડવાના ભાગી ગયા અને ત્યાંથી તેઓ ફરીથી ધરુહેરા પહોંચ્યા. પ્રથમ પુરાવા પોલીસે ધરુહેરામાંથી જ મેળવ્યા હતા. આ પછી, રાજસ્થાન પોલીસે દિલ્હી સ્પેશિયલ સેલની મદદ લીધી અને બંનેના સંભવિત ઠેકાણા શોધવા માટે મોનુ માનેસર સહિત ભોંડસી જેલમાં બંધ કેટલાક કેદીઓની પૂછપરછ કરી હતી.


હત્યા બાદ હરિયાણા પહોંચ્યા આરોપીઓ

 આરોપીઓ હત્યા બાદ જયપુર થઈને રોડ માર્ગે ડીડવાના-સુજાનગઢ-ધારુહેરા પહોંચ્યો હતો. ત્યારબાદ તેઓ બસ દ્વારા મનાલી પહોંચ્યા અને ચંદીગઢના સેક્ટર-22 પાછા આવ્યા ત્યારે તેઓ પકડાઈ ગયા. તેની સાથે અન્ય એક યુવક ઉધમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તે વ્યક્તિ હતો જેણે બંનેને ભાગવામાં મદદ કરી હતી. તમને જણાવી દઈએ કે, બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ હથિયારો છુપાવી દીધા હતા. જેથી ભાગતી વખતે ટ્રેન કે બસમાં ચેકિંગ દરમિયાન પકડાઈ ન શકે.

વીરેન્દ્ર ચરણ-દાનારામના ઇશારે કરી હત્યા

પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આરોપી સુધી પહોંચી હતી. જ્યારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ત્યારે ત્રણેય એક સાથે હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. શૂટર્સ ગેંગસ્ટર રોહિત ગોદારાના જમણા હાથ વીરેન્દ્ર ચૌહાન અને દાનારામના સંપર્કમાં હતા. આ હત્યા વીરેન્દ્ર ચરણ અને દાનારામની સૂચનાથી કરવામાં આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. હત્યા કર્યા બાદ બંને શૂટરો વીરેન્દ્ર ચહાન અને દાનારામ સાથે સતત વાત કરતા હતા. હત્યા કર્યા બાદ આરોપીઓ રાજસ્થાનથી હરિયાણાના હિસાર પહોંચ્યા, હિસારથી મનાલી ગયા અને મનાલીથી ચંદીગઢ પહોંચ્યા જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી.

નીતિનને જવુ હતું કેનેડા

આરોપી નીતિને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે રોહિત ગોદારાની સૂચનાથી જ સુખદેવની હત્યા કરી હતી. તેણે જણાવ્યું કે નવેમ્બરના અંતમાં તે રોહિત ગોદારા અને ચરણના સહયોગી રોની રાજપૂતના સંપર્કમાં આવ્યો હતો. તે પહેલા તેઓ તેમને ઓળખતો ન હતો. સાથે તેણે એ પણ કબૂલ્યું કે તેને સુખદેવ સાથે કોઈ દુશ્મની ન હતી.. વાત એમ હતી કે નીતિન નકલી ચોરીના કેસમાં ફસાઇ ગયો હતો. તેના સાગરિતોની પોલિસે ધરપકડ કરી હતી. તેના મનમાં ડર હતો કે એ પણ પકડાયો તો પરિવારના સભ્યો તેની સાથે સંબંધ નહી રાખે. આથી રોનીએ તેને કેનેડા મોકલવાની ઓફર કરી અને સામે રોહિત ગોદારાની મદદ કરવાનો વાયદો કર્યો હતો.. નીતિન કેનેડા જવાની વાતથી સહમત થયો અને સુખદેવને મારવાની યોજનામાં જોડાયયો હતો. જ્યારે રોહિત રાઠોડની વાત કરીએ તો તે બળાત્કારના કેસમાં જેલમાં હતો. તે દરમિયાન તે રોહિત ગોદારા ગેંગના સંપર્કમાં આવ્યો હતો.


  • Follow us on: