- અલવરમાં આવેલા તળાવમાં 300 મગરોની વચ્ચે યુવકોએ કાર-બાઈક ચલાવી
- સોશિયલ મીડિયામાં રીલ બનાવતા યુવકો સામે પોલીસે કડક પગલાં ભર્યા
- પોલીસે તાબડતોબ કાર-બાઈક જપ્ત કરી યુવકોની ધરપકડ કરી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા યુવાનો-યુવતીઓ કેવા અખતરા કરતા હોય છે. રીલ બનાવવા દરમિયાન ઘણા યુથે જીવ પણ ખોયાનું સામે આવ્યું છે. આમ છતાં યુવકો પોતાના કૃત્યોને બંધ નથી કરતા. રાજસ્થાનના અલવરના સિલીસેઢ તળાવમાં પાણી અને કીચડની અંદર કેટલાક યુવકોએ બાઈક અને કાર ચલાવવાનો મામલો સામે આવ્યો છે. મગરો વચ્ચે પાણીની અંદર બાઈક અને કાર દોડાવી યુવકોએ રીલ બનાવતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રસિદ્ધ થવા યુવકોએ તણાવમાં બાઈક અને કાર દોડાવીને રીલ બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. ઉલ્લેખનીય છે કે સિલીઝેઢ તળાવમાં 300થી વધુ મગર છે. ઘણીવાર મગર બકરી, માછીમારો અને જનાવરો પર પણ હુમલા કરી ચુકયા છે. આવામાં સોશિયલ મીડિયા પર રીલ બનાવતા યુવકોએ મગરોનો વીડિયો પણ બનાવ્યો અને તે દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઉપરાંત પોતાની રીલમાં લખ્યું કે, ''અલવરના સિલીઝેડ તળાવમાં મોતની રમત.''
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને એક પછી એક સોશિયલ મીડિયા પર રીલ બનાવનાર અને તળાવ આસપાસ સ્ટંટ કરતા 20 યુવકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ યુવકોની કાર અને બાઈકને જપ્ત કરી લીધી છે. ઉપરાંત તળાવ પાછળ બનેલા ગેરકાયદે રસ્તાને પણ બંધ કરાવી દીધો છે. પોલીસની ટીમ હવે એવા યુવકો પર 24 કલાક નજર રાખશે.
પોલીસ એક્શનમાં આવી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સિલિસેધ તળાવ અને નટની કાબરાની આસપાસના વિસ્તારમાં પ્રવાસન સ્થળો પર રીલ બનાવનારા યુવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રીલ બનાવતા યુવાનો વન્ય જીવોને નુકસાન પહોંચાડે છે. તેઓ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ હેરાન કરે છે.
અધિકારીએ જણાવ્યું કે તળાવમાં બાઈક અને કાર રેસિંગ કરનારા ગુરુમેલસિંહ ઉંમર 28 વર્ષ, યોગેશ ઉંમર 23 વર્ષ, ક્રિષ્ના ઉંમર 23 વર્ષ, પુનીત ઉંમર 19 વર્ષ, સચિન ઉંમર 27 વર્ષ, શિવચરણ ઉંમર 29 વર્ષની ધરપકડ કરવામાં આવી છે. તમામ તતારપુર પોલીસ સ્ટેશનના સોરખાળા ગામના રહેવાસી છે. બરોડાના રહેવાસી 18 વર્ષીય ઉદયની પણ ધરપકડ કરવામાં આવી છે.
યુવકોની કાર-બાઈક જપ્ત લેવામાં આવી
આ યુવકો પાસેથી મળી આવેલી કાર અને 7 બાઇક જપ્ત કરવામાં આવી છે. આ સિવાય અલવર પોલીસે 13 યુવકોની ધરપકડ પણ કરી છે. તેમના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે યુવાનોને આવી જીવલેણ રમત ન રમવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રવાસન સ્થળો પર પણ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.