• રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલાયા
  • દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલાયું
  • રાષ્ટ્રપતિ ભવન દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી જાહેર

રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલો દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલિઝમાં દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલવામાં આવ્યું છે. હવે દરબાર હોલનું નામ ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ હશે.

આ હોલનું નામ બદલાયુ નામ

દરબાર હોલ એ જગ્યા છે જ્યાં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જ્યારે અશોક હોલ એક પ્રહારનો એક મોટો રૂમ છે. સરકારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરબાર જેનો અર્થ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદલતો અને સભાઓ છે. ભારત ગણતંત્ર બન્યા બાદ સુસંગતતા ગુમાવી ચૂક્યો છે. 

નામ બદલવા અંગે શું કહે છે સરકાર ?

અશોક હોલનું નામ બદલવાના નિર્ણય પર સરકારે કહ્યું કે અશોક મંડપ' નામ ભાષામાં એકરૂપતા લાવે છે અને અંગ્રેજી કરણના નિશાન દૂર કરે છે. જ્યારે અશોક શબ્દ સાથે સંકળાયેલા મૂળ મૂલ્યોને સાચવે છે. આ સિવાય નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અશોક શબ્દનો અર્થ એવો છે કે જે વ્યક્તિ તમામ દુઃખોથી મુક્ત છે. કોઇ પણ દુઃખ તે વ્યક્તિ સાથે જોડાયેલુ નથી. અશોકનો મતલબ એ પણ છે કે એકતા અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વનું પ્રતિક. ભારત ગણરાજ્યનું રાષ્ટ્રીય પ્રતિક સારનાથમાં અશોકનો સિંહ શીર્ષ છે. આ શબ્દ અશોક વૃક્ષને પણ સંદર્ભિત કરે છે. જેનો ભારતીય ધાર્મિક પરંપરાઓ સાથે સાથે કળા અને સંસ્કૃતિનો પણ ગાઢપ્રભાવ છે.




  • Follow us on: