• બીજા તબક્કા માટે ઉમેદવારોની નોંધણી પ્રક્રિયા આજથી
  • 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 89 બેઠકો
  • 26 એપ્રિલે બીજા તબક્કાનું યોજાશે મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બિહાર સિવાય અન્ય રાજ્યોની બેઠકો પર નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે હવે ગુરુવારે નોટિફિકેશન બહાર પડવાની સાથે બીજા તબક્કા માટે 89 લોકસભા ઉમેદવારો પર નોમિનેશન ફાઇલ કરી શકાશે.. બીજા તબક્કામાં દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર 26 એપ્રિલે મતદાન થશે, જ્યારે પરિણામ 4 જૂને આવશે. આ તબક્કો શાસક પક્ષ અને વિપક્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 4 એપ્રિલ સુધી ચાલશે

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ગુરુવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે એપ્રિલ સુધી ચાલશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 5મી એપ્રિલે થશે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં 6 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 8મી એપ્રિલ સુધી નામાંકન પરત ખેંચી શકશે. શનિવાર અને રવિવાર, 30 અને 31 માર્ચે સરકારી રજાઓ છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને નામ નોંધાવવા માટે માત્ર 6 દિવસનો સમય મળશે. રિટર્નિંગ ઓફિસર દ્વારા નોમિનેશનનો સમય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.

કયા રાજ્યની કેટલી બેઠકો પર ચૂંટણી?

બીજા તબક્કામાં જે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ જેવા મહત્વના રાજ્યોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં આસામમાંથી 5, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 3, કર્ણાટકમાંથી 14, કેરળમાંથી 20, મધ્યપ્રદેશમાંથી 7, મહારાષ્ટ્રમાંથી 8, મણિપુરમાંથી 1, રાજસ્થાનમાંથી 13, ત્રિપુરામાંથી 1, ઉત્તર પ્રદેશમાંથી 8 , પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો અને જમ્મુ અને કાશ્મીરની 1 લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

યુપી બેઠકો પર પણ ચૂંટણી

બીજા તબક્કામાં યુપીમાં 8 બેઠકો છે, જેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, મથુરાનો સમાવેશ થાય છે. બિહારમાં લોકસભાની પાંચ બેઠકો છે, જેમાં કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને બાંકા બેઠકોનો સમાવેશ થાય છે. આસામમાં બીજા તબક્કામાં પાંચ બેઠકો પર ચૂંટણી છે, જેમાં દારંગ-ઉદલગુરી, દીપુ (અનામત), કરીમગંજ, સિલચર (અનામત) અને નાગાંવની બેઠકોનો સમાવેશ થાય છે.

રાજસ્થાનની બેઠકો પર પણ ચૂંટણી

રાજસ્થાનની કુલ 25 લોકસભા બેઠકોમાંથી 13 લોકસભા બેઠકો માટે બીજા તબક્કામાં ચૂંટણી છે. તેમાં ટોંક, સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં એમપીની 7 લોકસભા બેઠકો પર ચૂંટણી છે, જેમાં ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બેતુલ બેઠકોનો સમાવેશ થાય છે.


  • Follow us on: