26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દિલ્હીમાં આ દિવસે ગણતંત્ર દિવસની ઉજવણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે પરેડ યોજાય છે. દેશ વિદેશમાંથી દિગ્ગજો સહિત લોકો હાજર રહે છે. ત્યારે જો તમે પણ આ પરેડ લાઇવ જોવા માગતા હોવ તો કેવી રીતે ટિકિટ બુક કરવી તે વિશે જાણીએ.


જો તમે રિપબ્લિક ડે પરેડ અને બીટિંગ રિટ્રીટને દિલ્હીમાં લાઈવ જોવા માંગો છો તો તેની ટિકિટ 2 જાન્યુઆરી, 2025થી ખરીદી શકો છો. 26 જાન્યુઆરી 2025 ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટેની ટિકિટની કિંમત 20 અને 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે ઘરે બેસીને તમારા મોબાઈલની મદદથી તેની વેબસાઈટ પર જઈને તમારી ટિકિટ બુક કરાવી શકો છો.

26મી જાન્યુઆરીની તૈયારીઓ 

દર વર્ષે ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ ભારતની રાજધાની નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડ ભારતની લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય એકતાનું પ્રદર્શન કરે છે. ભારતીય સેનાની વિવિધ શાખાઓ ઉપરાંત પોલીસ દળો, શાળાના બાળકો અને સાંસ્કૃતિક જૂથો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી પણ આ પરેડમાં સામેલ છે.

કેવી રીતે કરશો ટિકિટ બુક ?

જો તમે આખા દેશની અલગ અલગ ઝાંખીઓનો આનંદ મેળવવા માગતો હોવ તો કર્તવ્ય પથ પર થનારી પરેડમાં ભાગ લઇ શકો છે. જે માટે ઓનલાઇન ટિકિટ બુક થઇ જાય છે. સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અથવા તમે આ લિંક https://aaamantran.mod.gov.in/login પર જઈને ઘરે બેસીને તમારા મોબાઈલથી લોગીન કરી શકો છો.

લિંક પર ક્લિક કર્યા પછી લીલા રંગનો વિકલ્પ (અહીં તમારી ટિકિટ બુક કરો) પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી, તમારો મોબાઇલ નંબર અને બાજુ પર આપેલ કોડ દાખલ કરો. પછી નીચે આપેલ OTP વિકલ્પ પર ક્લિક કરો અને તમે તમારા મોબાઇલ ફોનમાં પ્રાપ્ત થયેલ OTP ભરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

મોબાઈલ એપની સુવિધા

  • રિપબ્લિક ડે પરેડની આ ટિકિટ બુકિંગ સુવિધા મોબાઈલ એપ દ્વારા મેળવી શકાય છે. આ માટે તમે ‘Aamantran’ મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકો છો.
  • આ સિવાય જો તમે ઓફલાઈન મોડમાં પરેડ માટે ટિકિટ બુક કરાવવા માંગતા હોવ તો સેના ભવનના ગેટ નંબર 2 પર 2 થી 5 જાન્યુઆરી વચ્ચે ટિકિટ ખરીદી શકાશે.
  • પરેડની ટિકિટ શાસ્ત્રી ભવનના ગેટ નંબર 3, જંતર-મંતરના મુખ્ય દરવાજા પાસે, પ્રગતિ મેદાનના ગેટ નંબર 1 અને રાજીવ ચોકના ગેટ નંબર 7 અને 8 પરથી પણ ખરીદી શકાશે.
  •  પ્રજાસત્તાક દિવસની ઉજવણી 2025 સંબંધિત અન્ય માહિતી જોવા માટે, rashtraparv.mod.gov.in/ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો

  • Follow us on: