• આપણી ઓળખ હિંદુ છે અને આપણે ગર્વ સાથે કહેવું જોઈએ: મોહન ભાગવત
  • મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના પુસ્તકનું વિમોચન કર્યું
  • દેશને સમગ્ર સમાજને એક સમાન દોરથી સંગઠિ કરવાની જરુર છેઃ મોહન ભાગવત

RSS ચીફ મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ક્રાયક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, દેશવાસીઓમાં આપણી ઓળખ વિશે જાણકારીનો અભાવ છે, આપણે ગર્વથી સ્વીકારવું જોઈએ કે આપણી ઓળખ હિન્દુ છે.

આપણે આપણી ભૂલોને કારણે ગુલામ બની જઈએ છીએ

એક પુસ્તકના વિચોચનના કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે, વારંવાર કોઈ આવે છે અને આપણે આપણી ભૂલોને કારણે ગુલામ બની જઈએ છીએ. તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ રોગની સારવાર કરવાની જરૂર છે; અન્યથા, આવી ઘટનાઓ બનતી રહેશે. આપણે આપણી કેટલીક મૂળભૂત ભુલોની સારવાર કરવાની જરૂર છે.

 દેશને સમગ્ર સમાજને એક સમાન દોરથી સંગઠિત કરવાની જરૂર

RSSના વડાએ વધુમાં કહ્યું કે, દેશને સમગ્ર સમાજને એક સમાન દોરથી સંગઠિત કરવાની જરૂર છે જેથી આપણે આપણી ઓળખ વિશે સ્પષ્ટ રહી શકીએ. અભિમુખતાના કારણે, આપણા દેશમાં આપણે કોણ છીએ અને કોણ આપણું છે, આપણી ઓળખ વિશે જ્ઞાનનો અભાવ છે અને તે વિશે કોઈ સ્પષ્ટતા નથી. ઘણા વર્ષોની ગુલામીને કારણે, માનસિક દમન છે.

આપણે ગર્વ સાથે કહેવું જોઈએ કે આપણે હિંદુ છીએ

આથી, જે આપણને બધાને એક કરે છે. આપણે આપણી ઓળખ સ્પષ્ટપણે જાણવી જોઈએ અને વિશ્વને પણ જણાવવી જોઈએ. જો આપણે જાણીએ કે આપણે કોણ છીએ તો આપણે પણ જાણીએ કે આપણું કોણ છે અને તે આપણી ઓળખ છે. હિંદુ અને આપણે ગર્વ સાથે કહેવું જોઈએ કે આપણે હિંદુ છીએ.

  • Follow us on: