• સલમાન ખાનના ઘર પર ફાયરિંગનો મામલો
  • મુંબઇ પોલીસે 2 અજાણ્યા લોકો સામે દાખલ કર્યો કેસ
  • મુંબઇ ક્રાઇમ બ્રાંચ પણ કરી રહી છે તપાસ

આજે સવારે સલમાન ખાનના ઘર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેને લઇને મહારાષ્ટ્ર પોલીસ સહિત ક્રાઇમ બ્રાંચ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે હવે અજાણ્યા બે લોકો સામે આઇપીસી કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શું કહે છે મુંબઇ ક્રાઇમ બ્રાંચ ?

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા અજાણ્યા લોકો મહારાષ્ટ્ર બહારના છે. અભિનેતાના ઘરની અંદરથી એક ખાલી ખોખુ મળ્યું હોવાનું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે.મુંબઈ પોલીસને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા અજાણ્યા લોકોની મોટરસાઈકલ મળી આવી છે. ફોરેન્સિક ટીમ દ્વારા મોટરસાયકલની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે સલમાન ખાનના સિક્યોરિટી ગાર્ડના નિવેદનના આધારે કેસ નોંધ્યો છે.

4 કે પાંચ રાઉન્ડ કર્યું હતું ફાયરિંગ

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મુંબઈનો નહીં પરંતુ અન્ય રાજ્યનો હોઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે રોડ પર ચાર રાઉન્ડ ફાયરિંગના નિશાન જોવા મળ્યા હતા, પરંતુ બિલ્ડિંગ પર બે રાઉન્ડ ફાયરિંગના નિશાન જોવા મળ્યા હતા. એક ગોળી ગેલેક્સી બિલ્ડીંગની દિવાલ પર અને બીજી બાલ્કની પાસે વાગી હતી. સાથે જ પોલીસનું એમ પણ કહેવું છે કે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક જીવતી ગોળી જમીન પર પડેલી મળી આવી હતી. જ્યારે બાલ્કનીમાં ફાયર કરવામાં આવેલી ગોળી બાલ્કનીના પડદાને ઓળંગીને દિવાલ સાથે અથડાઈ હતી.

સલમાન ખાનને મળી રહી છે ધમકી

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. ઈમેલ સિવાય સલમાનને એક વખત પત્ર દ્વારા પણ ધમકી આપવામાં આવી હતી. બાદમાં પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી હતી. જો કે આજના હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે.


  • Follow us on: