• એક પછી એક એમ ત્રણ મોટાનેતાઓના નિવેદન સામે આવ્યા
  • કોઈ પાર્ટીનું નામ લીધા વગર રામ મંદિરને લઈ વાત કરી
  • ગમે તે કરી લો હવે ચૂંટણીમાં આ સરકાર જવાની છે

મહારાષ્ટ્ર રાજ્યના મોટા કહેવાતા નેતાઓના નિવેદનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવતો જાય છે. પહેલા સુપ્રિયા સુલે, શરાદ પવાર અને હવે સંજય રાઉતે એવી વાત કહી દીધી જેની રાજકીય લોબીમાં ચર્ચા થઈ રહી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, વર્ષ 2024ની ચૂંટણી જીતવા માટે તેઓ રામમંદિરના લોકાર્પણ દરમિયાન હુમલો કરાવી શકે છે. રાઉતે એની વાતમાં કોઈ પક્ષનું નામ લીધું નથી.

પથ્થરમારો થવાનો ભય

રાઉતે ઉમેર્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે એક રાજકીય પાર્ટી ગમે તે કરાવી શકે છે. મુંબઈમાં આવેલા પોતાના ઘરે એક પત્રકાર પરિષદ બોલાવીને રાઉતે આ વાત કહી હતી. રાઉતે કહ્યું કે, રામ મંદિરના ઉદ્ધાટન દરમિયાન દેશના ખૂણેખુણામાંથી ટ્રેન ભરાઈને લોકો અયોધ્યામાં આવશે. જે રીતે પુલવામાંમાં હમલો થયો એવી જ રીતે આ ટ્રેન પર હુમલો થઈ શકે છે. ઈન્ડિયા (વિપક્ષી સંગઠન)ના મુખ્યનેતાઓને ડર છે કે, ક્યાંક મોટો પથ્થરો ન થઈ જાય. આ નેતાઓને એવી પણ આશંકા છે કે, વર્ષ 2024ની ચૂંટણી જીતવા માટે ગુજરાતમાં ગોધરા જેવો સંહાર થઈ શકે છે.

આ મુદ્દાઓ તો ખતમ થઈ ગયા

બાબરી મસ્જિદ અને અયોધ્યાનો મુદ્દો હવે ખતમ થઈ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ચૂકાદો આપ્યા બાદ મામલો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. આને શ્રેય જો કોઈને દેવો હોય તો કાર સેવકોને આપવો જોઈએ. જે કાર સેવકો માર્યા ગયા છે એમને આનો શ્રેય આપવો જોઈએ. જેમાં શિવસેનાના કાર્યકર્તાઓ પણ સામેલ હતા. વિપક્ષના ગઠબંધનમાં દેશના સળગતા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સિવાય વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં અમારા 18 સાંસદ હતા. 1 દાદરા નગર હવેલીમાંથી ચૂંટાઈ આવ્યા હતા.આ વર્ષે આ સંખ્યા 19 કે 20 સુધી પહોંચી શકે છે. શિવસેના ઓછામાં ઓછી 19 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

કામ તો આ મંત્રીનું જ દેખાઈ છે.

કેગના રીપોર્ટને લઈને સંજય રાઉતે કહ્યું હતું કે, નીતિન ગડકરી ખૂબ જ કુશળ મંત્રી છે.હાલમાં તો દેશમાં માત્ર એમનું જ કામ દેખાઈ રહ્યું છે. એમનામાં દેશનું નેતૃત્વ કરવાની તાકાત છે. વડાપ્રધાન મોદીજી જાણે છે કે, કોનો રસ્તો કેવી રીતે ખતમ કરી દેવાનો છે. રાહુલ ગાંધી ખૂબ જ સાચી વાત કરે છે કે, ચીન લદ્દાખમાં ઘુસી ગયું છે. તમે ગમે એટલી તાકાત લગાવી લો વર્ષ 2024માં આ સરકાર બદલવાની છે. 

  • Follow us on: