• કાનપુરના બિલ્હૌરમાં બેકાબૂ ટ્રકે બાળકોની વાનને ટક્કર મારી
  • સ્કૂલ વાનમાં અડધો ડઝનથી વધુ બાળકો મુસાફરી કરી રહ્યા હતાં
  • બાળકોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા

કાનપુરના બિલ્હૌરમાં શાળાના બાળકોથી ભરેલી વાનને એક બેકાબૂ ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત બાદ ચીસાચીસ પડી હતી. લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલા બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું.

કાનપુરના બિલ્હૌરમાં બેકાબૂ ટ્રકે બાળકોની વાનને ટક્કર મારી

કાનપુરના બિલ્હૌરમાં ગુરુવારે બપોરે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. શાળાના બાળકોથી ભરેલી વાનને બેકાબૂ ટ્રકે ટક્કર મારી હતી, આ ટક્કર એટલી જોરદાર હતી કે વાનના ટુકડા થઈ ગયા હતા. જેના કારણે વાનમાં મુસાફરી કરી રહેલા બાળકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ બૂમો પડી હતી. લોહીલુહાણ હાલતમાં રોડ પર પડેલા બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં એક બાળકનું મોત થયું હતું.

સ્કૂલ વાનમાં અડધો ડઝનથી વધુ બાળકો મુસાફરી કરી રહ્યા હતાં

ઘટનાની મળતી માહિતી અનુસાર, સ્કૂલ વાનમાં અડધો ડઝનથી વધુ બાળકો મુસાફરી કરી રહ્યા હતાં. ત્યારે અરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈયા ગામની સામે એક બેકાબુ ટ્રકે વાનને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાન ચકનાચૂર થઈ ગઈ હતી અને ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળ્યા બાદ, પોલીસ રાહદારીઓની મદદથી સ્થળ પર પહોંચી, ઘાયલ બાળકોને વાનમાંથી બહાર કાઢ્યા અને સીએચસીમાં મોકલ્યા. સીએચસીમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ બાળકોને હાલાત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં છે. આ કરૂણ અકસ્માતમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે બે બાળકોની હાલત નાજુક છે.

બિલ્હૌરના SDMએ કહ્યું કે, એક બાળકનું મોત, 8 ઘાયલ

બિલ્હૌરના SDM એ પુષ્ટિ કરી કે એક બાળકનું મોત થયું છે અને 8 બાળકો ગંભીર રીતે ઘાયલ છે. આ તમામને હેલેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. શાળા બાદ સ્કૂલ વાન બાળકોને ઘરે મૂકવા જતી હતી. દરમિયાન સરૈયા ગામ પાસે મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.

ચારે બાજુ લોહી છવાઈ ગયું

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ટ્રક સાથે અથડાવાને કારણે વાનના ટુકડા થઈ ગયા હતા. ઘટનાસ્થળે બૂમો પડી ગઈ હતી. ચારે બાજુ લોહીના છાંટા ફેલાઈ ગયા. પોલીસ અને સ્થાનિક લોકોએ તરત જ બાળકોને વાનમાંથી બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સમાં બિલ્હૌર સીએચસી મોકલ્યા. અકસ્માતની જાણ બાળકોના પરિવારજનોને થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

  • Follow us on: