• શિવરાજસિંહના નેતૃત્વમાં રાજ્યની પ્રગતિ થઈ
  • સિંધિયાએ કમલનાથ સરકાર પર ટીકા કરી
  • કોંગ્રેસે પણ ભાજપની જોરશોરથી ટીકા કરી હતી

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના નેતા કમલનાથને ટાર્ગેટ કરીને મોટી વાત કહી દીધી છે. મંગળવારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વિશે બોલતા કહ્યું હતું કે, કોંગ્રેસની આ મહોબ્બતની દુકાનમાં માત્ર નફરત વાળી વસ્તુઓ મળી રહી છે. મધ્ય પ્રદેશના મહાનગર ગ્વાલિયરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં પૂર્ણ બહુમત સાથે ભાજપ સરકાર બનાવશે. કોરોનાકાળમાં પણ સરકારે વિકાસ અને પ્રગતિના નવા આયામ સુધી સિદ્ધિ પહોંચાડી હતી. શિવરાજસિંહના નેતૃત્વમાં આ સિદ્ધિ હાંસલ થઈ હતી.

મહોબ્બતની દુકાનમાં નફરતનો સમાન

કોંગ્રેસ હોય કે કમલનાથ ગમે એટલી યાત્રાઓ કાઢે, એમની મહોબ્બતની દુકાનમાં માત્ર નફરતનો સામાન છે. ગેરેન્ટી હોય કે યાત્રા એ શરૂ થાય એ પહેલા જ ખતમ થઈ જશે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 51થી વધારે ગરીબ કલ્યાણ યોજનાઓ આ ભ્રષ્ટાચાર નાથે બંધ કરાવી દીધી હતી. જ્યારે સીએમઓ ધનસંગ્રહ કાર્યાલય બની ગયું હતું. કોંગ્રેસ કાર્ય સમિતી ભ્રષ્ટાચાર કાર્ય સમિતી બની ગઈ હતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે શનિવારે રાજ્યમાં 'જન આશીર્વાદ યાત્રા' કાઢવા બદલ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી અને કહ્યું કે તેઓએ (ભાજપ) 'જન માફી યાત્રા' કાઢવી જોઈએ.

માફી માર્ચ કાઢવી જોઈએ

તેઓએ (ભાજપ) જાહેર માફી માર્ચ કાઢવી જોઈએ." આ યાત્રાઓ (જન આશીર્વાદ યાત્રા)ને કારણે જનતા તેમની (ભાજપ) મજાક ઉડાવી રહી છે. જેમણે માફી માંગવી જોઈએ. તેઓ આજે પ્રાર્થના કરી રહ્યા છે. નાથે કહ્યું હતું કે, તેમનું (CM શિવરાજ સિંહ ચૌહાણ) જાહેરાત મશીન આ દિવસોમાં બમણી ઝડપે ચાલી રહ્યું છે. કારણ કે ચૂંટણી નજીક છે. હવે દરેક વ્યક્તિ તેમની જાહેરાતોથી સારી રીતે વાકેફ છે. અમિત શાહે મંગળવારે ભાજપની 'જન આશીર્વાદ યાત્રા'ને લીલી ઝંડી બતાવી હતી. ભાજપ મધ્યપ્રદેશમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી યાત્રાઓ, એક જનસંપર્ક કાર્યક્રમ કાઢી રહી છે, જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ યાત્રાઓ 25 સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ભોપાલમાં 'કાર્યકર્તા મહાકુંભ' સાથે સમાપ્ત થશે.

  • Follow us on: