- સેંગોલને લઇને રાજકારણમાં ગરમાવો
- એનડીઆન સહયોગીઓએ સરકારના નિર્ણયને આપ્યો છે ટેકો
- સપાના આર.કે ચૌધરીએ સેંગોલ હટાવવાની કરી છે માગ
એક તરફ આજે સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ આપ્યુ હતું જેમાં પેપરલીક સહિત ઇમરજન્સીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ સેંગોલને લઇને રાજકારણ ગરમાયુ છે.
સપાના સાંસદ આરકે ચૌધરીએ કહ્યું કે સેંગોલની જગ્યાએ સંસદમાં બંધારણ રાખવું જોઈએ. આના પર જીતનરામ માંઝીથી લઈને અનુપ્રિયા પટેલ સુધીના NDAના ઘણા સહયોગીઓએ મોદી સરકારના નિર્ણયને ટેકો આપ્યો છે. ત્યારે આ મામલે સીએમ યોગીનું શું કહેવુ છે આવો જાણીએ.
આ તેમની અજ્ઞાનતા દર્શાવે છે-સીએમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સમાજવાદી પાર્ટીએ સેંગોલ પર પ્રહાર કરતા કહ્યું કે સપાને ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ માટે કોઈ સન્માન નથી. તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે, સમાજવાદી પાર્ટીને ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ માટે કોઈ સન્માન નથી. તેમણે કહ્યું, સેંગોલ પર તેના ટોચના નેતાઓની ટિપ્પણીઓ નિંદનીય છે. આ તેમની અજ્ઞાનતા દર્શાવે છે.
તમિલ સંસ્કૃતિ પ્રત્યે નફરત દર્શાવે છે- સીએમ યોગી
સીએમ યોગીએ ખાસ કરીને જણાવ્યું કે આ ખાસ કરીને તમિલ સંસ્કૃતિ પ્રત્યે ઈન્ડી ગઠબંધનની નફરત પણ દર્શાવે છે. વધુમાં કહ્યું કે સેંગોલ ભારતનું ગૌરવ છે. આ સન્માનની વાત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સંસદમાં સર્વોચ્ચ સન્માન આપ્યું. સમાજવાદી પાર્ટીના સાંસદ આરકે ચૌધરીએ તાજેતરમાં પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને સેંગોલને રાજાશાહીનું પ્રતીક ગણાવ્યું હતું અને તેને સંસદ ભવનમાંથી હટાવવાની માંગ કરી હતી.