• ઓડિશાના બે વખતના ભૂતપૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
  • બિસ્વાલે રાજીનામું ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખને મોકલી આપ્યું
  • ચિરંજીવ બિસ્વાલ 2014 થી 2019 સુધી જગતસિંહપુરના ધારાસભ્ય રહ્યાં

ઓડિશામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, પાર્ટીના વરિષ્ઠ નેતા અને બે વખતના ભૂતપૂર્વ ધારાસભ્ય ચિરંજીબ બિસ્વાલે શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બિસ્વાલે પોતાનું રાજીનામું ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટી (OPCC)ના પ્રમુખ સરત પટ્ટનાયકને મોકલી આપ્યું છે.

2004 થી 2009ની વચ્ચે તિર્તોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય 

ચિરંજીવ બિસ્વાલે રાજીનામું આપતાં કહ્યું કે, હું આથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપું છું. હું તમને વિનંતી કરું છું કે મારું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારો,” ચિરંજીબ બિસ્વાલે તેમના પત્રમાં જણાવ્યું હતું. ચિરંજીબ બિસ્વાલ 2004 થી 2009 ની વચ્ચે તિર્તોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને 2014 થી 2019 સુધી જગતસિંહપુરના ધારાસભ્ય હતા.

બીજેડીમા ંજોડ઼ાય તેવી શક્યતાઓ

તેઓ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ હતા. ચિરંજીબ બિસ્વાલ બીજેડીમાં જોડાય તેવી શક્યતા છે.

  • Follow us on: