- ચૂંટણીને લઇ ઓડિશામાં ભાજપ કરી તૈયારી
- BJP અને BJD વચ્ચે કોઈ સમજૂતી થઇ નહીં
- ચૂંટણી એકલા હાથે લડવાની ભાજપે કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળ વચ્ચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે બેઠકો પર કોઈ સમજૂતી થઈ નથી. ભાજપે ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.
ઓડિશામાં, ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળ (BJD) વચ્ચે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે બેઠકો પર કોઈ સમજૂતી થઈ નથી. ઓડિશામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે ટ્વીટ કર્યું કે, આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) તમામ 21 લોકસભા બેઠકો અને તમામ 147 વિધાનસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.ઓડિશામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે.













