• મધ્ય પ્રદેશના સીએમની મોટી જાહેરાત
  • મહાકાલ મંદિરને લઇને કરી ખાસ જાહેરાત
  • હાલ શ્રાવણ માસ હોવાથી ભક્તોનો છે ધસારો

હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે. શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વરના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મોટી જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના મહાનગર ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર માટે અલગ પોલીસ સ્ટેશનની બનાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મોહન સરકાર દ્વારા મંદિર સંકુલ માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા તરીકે લેવામાં આવ્યો છે.

400 હોમગાર્ડ તૈનાત રહેશે

મહત્વનું છે કે 12 જ્યોતિર્લિંગોમાંના એક જ્યોર્તિલિંગ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર છે. અહીં દર શ્રાવણ સોમવારે મહાકાલની શાહી સવારી નીકળે છે. હાલ શ્રાવણ માસ તો છે જ પરંતુ સામાન્ય દિવસોમાં પણ મંદિરે મોટી સંખ્યામાં સેલિબ્રિટી, રાજકીય દિગ્ગજો પણ પહોંચે છે. તેવામાં મંદિર સંકુલની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે નવુ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હાલના શિસ્તના મુદ્દાઓને ઉકેલવા માટે ખાનગી સુરક્ષા એજન્સીઓ સાથે 400 હોમગાર્ડની તૈનાતનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ઉજ્જૈનમાં નવા સ્થપાયેલા ડિરેક્ટોરેટ ઓફ રિલિજિયસ ટ્રસ્ટ્સ એન્ડ એન્ડોમેન્ટ્સ ડિપાર્ટમેન્ટના ઉદઘાટન પ્રસંગે સંબોધન દરમિયાન તેમણે સારુ વ્યવસ્થાપન અને શિસ્તની હાકલ કરી હતી. ઉજ્જૈન શહેરમાં બીજું પોલીસ સ્ટેશન બનાવવાની યોજનાનો પણ ખુલાસો કર્યો હતો.

કુંભ મેળને લઇને શું બોલ્યા સીએમ યાદવ ? 

તેમણે કહ્યું કે 2028માં યોજાનાર સિંહસ્થ કુંભ મેળા માટે આ વર્ષના બજેટમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સીએમએ કહ્યું કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ દ્વારા અપનાવવામાં આવેલા માર્ગોને શોધી કાઢવામાં આવશે અને એક વ્યાપક ધાર્મિક વારસા પ્રોજેક્ટમાં એકીકૃત કરવામાં આવશે.

અલગથી બનાવાશે પોલીસ સ્ટેશન

સીએમ મોહન યાદવે કહ્યું કે મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અને વ્યવસ્થાપન માટે અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. 400 હોમગાર્ડને પણ વધુ સારી સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવશે, કારણ કે ખાનગી સુરક્ષા એજન્સીઓમાં શિસ્ત અને અન્ય મુદ્દાઓ સહિત ઘણી સમસ્યાઓ છે.

  • Follow us on: