પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે, ઘણા ભારતીયો તુર્કી અને અઝરબૈજાનની મુસાફરીનો બહિષ્કાર કરવાનું ટાળી રહ્યા છે. કારણ તુર્કી અને અઝરબૈજાનનો પાકિસ્તાનને સાથ આપી રહ્યો છે.
ટ્રાવેલ કંપનીઓને હવે બુકિંગ રદ કરવા અંગેના કોલ આવી રહ્યા છે. કેટલાક લોકો તુર્કીના નાગરિકોને સેવાઓ પૂરી પાડવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #BoycottTurkeyAzerbaijan ટ્રેન્ડ કરી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, હજારો ભારતીયોએ તુર્કી અને અઝરબૈજાનની મુસાફરીનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. એક રિપોર્ટ અનુંસાર એવી માહિતી મળી છે કે, આ બંને દેશો પાકિસ્તાનને સાથ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહે છે કે પર્યટન એક વિકલ્પ છે પરંતુ તેઓએ ત્યાં જવાનું ટાળવું જોઈએ. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે 2024માં 2.4 લાખ ભારતીયો અઝરબૈજાન ગયા હતા અને 3.3 લાખ ભારતીયો તુર્કી ગયા હતા. હવે આપણે આપણા દુશ્મનોને સાથ આપનારને પૈસા કેમ આપીએ? ભારતીયો તેના બદલે બીજા કોઈ દેશમાં જવાનું પસંદ કરવું.
ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડવાના ઓપરેશન સિંદૂર બાદ બુધવારે તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપતા નિવેદનો જાહેર કર્યા.
અઝરબૈજાન અને તુર્કીનો બહિષ્કાર કરો
ભારતીયો ટ્વિટર પર ટ્વિટ કરી રહ્યાં છે, જેમાં એક યુઝર્સ કહે છે કે, આપણે બધા એકસાથે મળીને ત્યાના પર્યટનોનો બહિષ્કાર કરવો જોઈએ અને ભારતની શક્તિ બતાવી જોઈએ. જ્યારે બીજા એક યુઝર્સનું કહેવું એવું છે કે, કૃપા કરીને હવે બાકુની મુસાફરી ન કરો. તેમજ કહે છે કે 2024 માં, અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. તો તેમને હવે ભારતીય પ્રવાસીઓની શક્તિ બતાવી જરૂરી છે.
એક યુઝર્સનું એવું કહેવું છે કે, મને કોઈ કારણ દેખાતું નથી કે કોઈ પણ દેશભક્ત ભારતીય ત્યાં (અઝરબૈજાન અને તુર્કી) તેમના પૈસા ખર્ચે. તેના બદલે, તેમના પ્રાદેશિક હરીફો, આર્મેનિયા અને ગ્રીસની મુલાકાત લેવાનું વિચારો. તેમજ વિલા ભાડા એકત્ર કરનાર ગોવા વિલાસે જાહેરાત કરી કે તે તુર્કી નાગરિકોને સહાય આપશે નહીં
ગોવા વિલાસે ટ્વિટર પર લખ્યું કે ભારત અને પાકિસ્તાનને લગતા વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં તુર્કીના અસહકારાત્મક વલણને કારણે, અમે ગોવામાં તુર્કી નાગરિકોને કોઈપણ રહેઠાણ સેવાઓ કે સહાય ન આપવાનો નિર્ણય લીધો છે. અમે અમારા રાષ્ટ્ર સાથે મજબૂત રીતે ઢાલ બનીને ઉભા છીએ.
આમ આવી રીતે ટ્વિટર પર લોકો તુર્કી અને અઝરબૈજાનને બહિષ્કાર કરવાનું કહી રહ્યા છે.