• સુખદેવ ગોગામેડીની હત્યાની તપાસ હવે NIA કરશે
  • કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે નોંધ્યો કેસ
  • રાજસ્થાન પોલીસ હાલ આ મામલે કરી રહી છે કાર્યવાહી

કરણીસેના પ્રમુખ સુખજેવ ગોગામેડી હત્યાકાંડની તપાસ હવે NIAને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંગળવારે ગોગામેડી હત્યાકાંડની તપાસ NIAને સોંપી છે. સૂત્રોનું માનીએ તો આ હત્યા કેસમાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરોની સંડોવણીને ધ્યાનમાં રાખીને NIAને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ આ મામલે કેસ નોંધ્યો છે.

રોહિત ગોદારાએ જવાબદારી સ્વીકારી

ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પર કેટલાક શૂટરોએ ગોળી મારીને હત્યા કરી હતી. હત્યા પછી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ ગેંગસ્ટર રોહિત ગોદારાએ ગોગામેડીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ તમામ શૂટરો ભાગી ગયા હતા જ્યારે એક આરોપીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દિલ્હી પોલીસની મદદથી શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી હતી.

અત્યાર સુધી શું થયા છે ખુલાસા ?

પોલીસના જણાવ્યા અનુસાર રોહિત રાઠોડ અને નીતિન ફૌજીએ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. શૂટરોએ કરેલા ગોળીબારમાં સુરક્ષા ગાર્ડ અજીત સિંહ પણ ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન તાજેતરમાં મોત થયું હતું. શૂટરોએ કરેલા ગોળીબારમાં સુખદેવ સિંહ ગોગામેડી, નવીન શેખાવત અને અજીત સિંહનું મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શાહપુરાના રહેવાસી નવીન શેખાવત નીતિન અને રોહિતને સ્કોર્પિયોમાં સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે લઈ ગયા હતા. બંને શૂટરો (રોહિત રાઠોડ અને નીતિન ફૌજી)એ પોલીસને જણાવ્યું કે રોહિત ગોદરાએ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. શૂટરોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેમને સુખદેવ ગોગામેડી સાથે મળીને નવીન શેખાવતની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું.


  • Follow us on: