• બીમાર માતા અને પુત્રીની સંભાળ રાખવા માટે આ છૂટ આપવામાં આવી
  • મીડિયામાં કોઈ નિવેદન ન આપવાની શરતે કોર્ટે તેમને આ મંજૂરી આપી
  • જો કે યુપીમાં પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી ઘટનાના આરોપી આશિષ મિશ્રાને દિલ્હીમાં રહેવાની મંજૂરી આપી છે. બીમાર માતા અને પુત્રીની સંભાળ રાખવા માટે આ છૂટ આપવામાં આવી છે. મીડિયામાં કોઈ નિવેદન ન આપવાની શરતે કોર્ટે તેમને આ મંજૂરી આપી છે. અગાઉ, આશિષને વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે શરત મૂકી હતી કે તે યુપી કે દિલ્હીમાં રહી શકશે નહીં. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ 2021માં SUV દ્વારા કચડીને 4 ખેડૂતોની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છે. એક વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ તેમને આ વર્ષે 25 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.

દિલ્હી-NCRમાં પ્રવેશવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો 

બેન્ચે આશિષ મિશ્રા પર દિલ્હી-NCRમાં પ્રવેશવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. જો કે યુપીમાં પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મિશ્રા તેની બીમાર માતાની સંભાળ રાખવા અને તેની પુત્રીની સારવાર કરાવવા માટે દિલ્હીમાં રહી શકે છે. બેન્ચે શરત કરી છે કે તે કોઈપણ જાહેર સમારંભમાં ભાગ લેશે નહીં કે મીડિયાને સંબોધશે નહીં.

SUV દ્વારા કચડાઈ જતાં 4 ખેડૂતોના મોત થયા હતા

3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ, લખીમપુર ખીરીના ટિકોનિયા મોર પાસે એક SUV દ્વારા કચડાઈ જતાં 4 ખેડૂતોના મોત થયા હતા. ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન એક SUV તેની ઉપર ચડી ગઈ હતી. ત્યારબાદ થયેલી હિંસામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકરો અને એક પત્રકારનું પણ મોત થયું હતું. આ હિંસા કેસમાં આશિષ મિશ્રા મોનુને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.

આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર 

આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર છે. તેમને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે તેમના ઉત્તર પ્રદેશમાં રહેવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ આશિષ મિશ્રાના દિલ્હીમાં રહેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો જે હવે હટાવી લેવામાં આવ્યો છે.

  • Follow us on: