- બે નદીઓને લિંક કરવાના વિવાદ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
- પંજાબ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી સુપ્રીમ કોર્ટ
- કેન્દ્ર સરકારને પણ રીપોર્ટ તૈયાર કરીને સ્પષ્ટતા કરવાના આદેશ
બે દાયકા જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. હરિયાણા અને પંજાબ વચ્ચે વહેતી સતલુજ-યમુના નદીને લીંક કરવાની યોજના પર થયેલા વિવાદ વચ્ચે પંજાબની આમ આદમી પાર્ટીની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. પંજાબ સરકાર તરફથી 21 વર્ષ જુના આદેશને બેધ્યાન કરી દેવાતા સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી. કોર્ટે સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીને ચેતવણી આપતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થવું જોઈએ.
કડક આદેશ દેવા મજબુર ન કરો
કોર્ટે પંજાબ સરકારને કહ્યું હતું કે, મર્યાદામાં રહો, અમને કડક આદેશ જાહેર કરવા માટે મજબુર ન કરો. બુધવારે સુપ્રીમ કોર્ટે કરેલી સુનાવણી અનુસાર આ મુદ્દા પર કોઈ પ્રકારનું રાજકારણ ન થાય એનું ધ્યાન રાખવાની વાત કરી છે. પંજાબ સરકાર કંઈ કાયદાથી ઉપર નથી. સુપ્રીમ કોર્ટેને કડક આદેશ જાહેર કરવા માટે મજબુર ન કરો. સુપ્રીમ કોર્ટ કોઈ પોઝિટિવ નીવેડા બાજુ દ્રષ્ટિકોણ રાખે છે તો પંજાબ સરકાર પણ પોઝિટિવ વલણ દાખવે.
રીપોર્ટ બતાવીને સ્પષ્ટતા કરો
સરકાર આ અંગે એક ડેવલપમેન્ટ રીપોર્ટ બતાવે, આ કેસની આગામી સુનાવણી 2024માં થશે. હરિયાણા સરકારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, પંજાબ સરકાર નથી ઈચ્છતી કે, આ મુદ્દાનો કોઈ નીવેડો આવે. અગાઉની બે બેઠકોમાં કોઈ પ્રકારનો નીવેડો મળ્યો નથી. સુપ્રીમ કોર્ટે સરવે માટે કેન્દ્ર તરફથી આવતા અધિકારીઓને પંજાબ સરકાર પાસે પુરતી સુરક્ષા ઊભી કરવાના આદેશ આપ્યા છે. લાંબા સમયથી સુપ્રીમ કોર્ટ આ અંગેનો નીવેડો લાવવા માટના પ્રયાસ કરી રહી છે.
પંજાબ સરકાર પોઝિટિવ રહે
આ કેસમાં આશા છે કે, પંજાબ સરકાર પણ આ દિશામાં કામ કરશે. કેન્દ્ર સરકાર પાસેથી પણ આ અંગે એક રીપોર્ટ માંગવામાં આવ્યો છે કે, પંજાબમાં નહેરના નિર્માણ વખતે સ્થિતિ કેવી હતી એ સ્પષ્ટ કરે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માને કહ્યું હતું કે, પંજાબ પાસે કોઈ રાજ્યને દેવા માટે પૂરતું પાણી નથી. એક અઠવાડિયા પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમૃતસરમાં આયોજિત ઉત્તર ક્ષેત્રિય પરિષદમાં યોજાયેલી બેઠકમાં પણ આ મુદ્દો ઊઠ્યો હતો.