• કેજરીવાલના PA બિભવ કુમાર બરોબરના ફસાયા
  • દિલ્હીની તીસ હજારી કોર્ટે બિભવકુમારની જામીન અરજી ફગાવી
  • કેજરીવાલના PA બિભવ કુમારે જામીન માટે અરજી કરી હતી

દિલ્હીની તીસ હજારી કોર્ટે કેજરીવાલના PM બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ, દિલ્હીની કોર્ટે સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે.

સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. તેણે તીસ હજારી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ એડિશનલ સેશન્સ જજ સુશીલ અનુજ ત્યાગીએ તેને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. બિભવ કુમારની જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો 28 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. 28 મેના રોજ, તેને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, AAPના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના કેસમાં CM કેજરીવાલના PA બિભવ કુમારને તીસ હજારી કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એડિશનલ સેશન્સ જજ સુનીલ અનુજ ત્યાગીની કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. બિભવ કુમારની જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો 28 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. 28 મેના રોજ, તેને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, છેલ્લી સુનાવણીમાં તેમના વકીલે દિલ્હી પોલીસ દ્વારા સીએમ આવાસમાંથી લીધેલા સીસીટીવી ફૂટેજને સાચવવાની માંગ કરી હતી.

  • Follow us on: