- સ્વાતિ માલિવાલે આપ પાર્ટી પર ઠાલવી હૈયા વરાળ
- એક્સ પર પોસ્ટ કરીને આપને સંભળાવી ખરી ખોટી
- મારપીટના કેસ મામલે જુઠ્ઠાણુ ફેલાવતા હોવાનો લગાવ્યો આરોપ
આપ રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલિવાલ પર મારપીટના આરોપ મામલે બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજેપીના નેતાઓ સ્વાતિ માલિવાલને લઇને આપ પાર્ટીને વખોડ઼ી રહ્યા છે. તેવામાં હવે સ્વાતિમાલિવાલ પર આપ પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે જેને લઇને સ્વાતિમાલિવારે એક્સ પર ઉભરો કાઢ્તા શું કહ્યું આવો જાણીએ
મારા વિશે જુઠ્ઠાણુ ફેલાવાનું બંધ કરો
સ્વાતિ માલિવાલે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે ગઇકાલથી દિલ્હીના મંત્રીઓ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે કે મારા વિરુદ્ધ ભ્રષ્ટાચારની પ્રાથમિક ફરિયાદ દાખલ થઇ છે એટલે મે ભાજપના ઇશારા પર આ બધુ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે આ FIR આઠ વર્ષ પહેલા 2016માં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ બંનેએ મને વધુ બે વખત મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી. આ કેસ સંપૂર્ણપણે નકલી છે જેના પર માનનીય હાઈકોર્ટે તેને 1.5 વર્ષ માટે સ્ટે આપ્યો છે અને સ્વીકાર્યું છે કે પૈસાની કોઈ લેવડદેવડ થઈ નથી.
લેડી સિંઘમમાંથી ભાજપની એજન્ટ ?
માલિવાલે વધુમાં આપ પાર્ટીને એક સવાલ કર્યો હતો કે બિભવકુમાર વિરુદ્ધ ફરિયાદ આપતા પહેલા હું આ લોકો માટે લેડી સિંઘમ હતી અને આજે ભાજપની એજન્ટ બની ગઇ ? તેણે લખ્યુંકે આખી ટ્રોલ આર્મી મારી પાછળ એટલા માટે તૈનાત કરવામાં આવી છે કારણ કે મેં સાચું બોલ્યું છે. પાર્ટીના તમામ લોકોને બોલાવીને કહેવામાં આવી રહ્યું છે કે જો સ્વાતિનો કોઈ અંગત વીડિયો હોય તો મોકલો, કારણ કે વીડિયો લીક કરવો પડશે. સાથે જ તેણે વધુમાં લખ્યુ કે જુઠ્ઠાણુ લાંબો સમય ટકતુ નથી. સત્તાના નશામાં કોઇને નીચા દેખાડવાના ઝનૂનમાં એવુ ન થાય કે જ્યારે સચ્ચાઇ સામે આવે ત્યારે પરિવાર સામે પણ નજર મેળવી ન શકો. તમારા ફેલાવેલા જુઠ્ઠાણાને લઇને હું તમને અદાલત સુધી લઇ જઇશે.