અમેરિકાથી પ્રત્યાર્પણ થઈ રહેલા તહવ્વુર રાણાનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું છે. અહીંથી તેને NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે અને પૂછપરછ શરૂ થશે. 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને લઈને જતું ખાસ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયુ છે.   તહવ્વુર રાણાને NIA હેડક્વાર્ટર લઈ જવા માટે પાલમ એરપોર્ટ પર અનેક એજન્સીઓની ટીમો હાજર છે. જામર અને બુલેટપ્રુફ ગાડી પણ હાજર છે. આ ઉપરાંત દિલ્હી પોલીસ તથા એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. 


NIA ધરપકડ કરશે

તો બીજી તરફ તહવ્વુર રાણાને લઇને NIA હેડક્વાર્ટર ખાતે બેઠક શરૂ થઇ ગઇ છે. ઑફિસર્સની મીટિંગ ચાલી રહી છે.  આતંકી તહવ્વુર રાણા બુલેટ પ્રુફ કારમાં એનઆઇએના કાર્યાલયે જશે.  એરપોર્ટ પરથી જ તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવશે.  NIA પહેલા 26/11 હુમલા સંબંધિત કેસમાં તહવ્વુર રાણાની ધરપકડ કરશે. તેમને NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે, જ્યાં તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ રાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ માંગવામાં આવશે.

રાણાને કડક સુરક્ષા વચ્ચે દિલ્હી એરપોર્ટથી NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. સુરક્ષાના અનેક સ્તરો હશે. તેમને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના SWAT કમાન્ડોના સુરક્ષા કવચ હેઠળ લઈ જવામાં આવશે. રાણાના કાફલાને દિલ્હી પોલીસના અનેક વાહનો એસ્કોર્ટ કરશે. રાણા એરપોર્ટથી બુલેટપ્રૂફ કારમાં જશે.


રાણાએ કરી હતી અરજી ફગાવી દેવાઇ હતી

અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં.

ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા

ઉલ્લેખનીય છે કે તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંનો એક છે. ભારતીય એજન્સીઓ અનુસાર, રાણાએ પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરી હતી. હેડલી પહેલાથી જ અમેરિકામાં સજા કાપી રહ્યો છે અને તેણે તપાસમાં રાણાની ભૂમિકાની પુષ્ટિ કરી હતી. ભારત લાંબા સમયથી રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું અને હવે યુએસ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા છે.

તહવ્વુર રાણા મૂળ પાકિસ્તાની નાગરિક

64 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. હાલમાં તેને લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ રાણાએ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ 'ઈમરજન્સી પિટિશન' દાખલ કરી હતી, જેમાં 'હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી બાકી રહે ત્યાં સુધી પ્રત્યાર્પણ પર રોક' લગાવવાની માગ કરવામાં આવી હતી.

  • Follow us on: