• મુંબઈમાં એપલનો સ્ટોર ખુલ્સા બાદ ટેક ક્ષેત્રની મોટી અપડેટ
  • ભારતમાં તૈયાર થશે દમદાર આઈફોન-14 અને પાર્ટ્સ
  • આઈટી ક્ષેત્રમાંથી એક મોટા વાવડ સામે આવ્યા

ટાટા ગ્રુપે વિસ્ટ્રોન પ્લાન્ટ હસ્તગત કર્યો છે. જે ભારતમાં iPhonesએસેમ્બલ કરે છે. હવેથી, ટાટા ગ્રૂપ દ્વારા ભારતમાં iPhoneનું ઉત્પાદન અને એસેમ્બલ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તારીખ 27 ઓક્ટોબરે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી. રાજીવ ચંદ્રશેખરે લખ્યું હતું કે, યોગદાન માટે વિસ્ટ્રોનનો આભાર અને ભારતીય કંપનીઓ સાથે ભારતમાંથી વૈશ્વિક સપ્લાય ચેઇન બનાવવા માટે Apple દ્વારા આ ખૂબ જ સારું પગલું છે." રિપોર્ટ અનુસાર, વિસ્ટ્રોનની ફેક્ટરીની કિંમત આશરે $125 મિલિયન આંકવામાં આવી છે. આ ડીલ માટે ટાટા ગ્રુપ અને વિસ્ટ્રોન વચ્ચે છેલ્લા એક વર્ષથી વાતચીત ચાલી રહી છે. વિસ્ટ્રોનનો આ પ્લાન્ટ iPhone-14 મોડલના ઉત્પાદન માટે જાણીતો છે. હાલમાં આ પ્લાન્ટમાં 10,000 થી વધુ કામદારો કામ કરે છે.

ભારતીય માર્કેટમાં વિસ્ટ્રોન

વિસ્ટ્રોન 2008 માં ભારતીય બજારમાં પ્રવેશ્યું હતું. જ્યારે કંપની ઘણા ઉપકરણો માટે સમારકામ સુવિધાઓ પ્રદાન કરતી હતી. આ પછી, 2017 માં, કંપનીએ તેની કામગીરીનો વિસ્તાર કર્યો અને Apple માટે iPhoneનું ઉત્પાદન શરૂ કર્યું. ટાટા ગ્રૂપ મીઠું વેચવાથી લઈને ટેકનિકલ સેવાઓ પૂરી પાડવા સુધીના અનેક પ્રકારના બિઝનેસમાં સામેલ છે. તાજેતરના વર્ષોમાં, જૂથે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ઈ-કોમર્સ ક્ષેત્રે પ્રવેશવાની યાત્રા શરૂ કરી છે. જૂથ હાલમાં તમિલનાડુ રાજ્યમાં તેની ફેક્ટરીમાં iPhone ચેસિસનું ઉત્પાદન કરે છે, જે ઉપકરણની મેટલ બોડી બનાવે છે. વધુમાં, ચેરમેન એન ચંદ્રશેખરન અગાઉ પણ ચિપમેકિંગ બિઝનેસમાં આવવાની આકાંક્ષા વ્યક્ત કરી ચૂક્યા છે.

કંપનીનું મોટું સાહસ

મુંબઈમાં એપલનો મોટો સ્ટોર ખુલ્યા બાદ ટેકનોલોજી ક્ષેત્રે આ એક મોટા સમાચાર છે. ટાટા કંપનીનો ટેકનોલોજી ક્ષેત્રે આ એક મોટું સાહસ છે. જેમાં આગામી દિવસોમાં ટાટા કોઈ ઈનોવેશન કરે એવી પૂરી શક્યતાઓ છે. આવનારા દિવસોમાં ગૂગલ પોતાનો એક સ્ટોર ભારતમાં ખોલવા જઈ રહી છે. હવે સવાલ એ થશે કે, ભારતમાં તો ગૂગલ છે જ. યસ, એ ટેક કંપની છે. પણ કંપની હવે પોતાનો સેન્ટર સ્ટોર ખોલવા જઈ રહી છે. કંપનીના આધારભૂત સુત્રો તો ત્યાં સુધી કહે છે કે, પિક્સલ 8 જે એઆઈ બેઝ ફોન છે એનું નિર્માણ ભારતમાં થશે. ગૂગલ પણ કોઈ ભારતમાં કોઈ મોટું સાહસ કરવાના મૂડમાં છે. જોકે, આ અંગે કંપની તરફથી ખાસ કોઈ ચોખવટ કરાઈ નથી.પણ ભારતમાં ગૂગલ પોતાનો નવો ફોન નિર્માણ કરશે તો દેશના પણ આઈટી ઈન્ડસ્ટ્રીના લોકોને નવી રોજગારી મળવાના પૂરા ચાન્સ હોવાનું માર્કેટ નિષ્ણાંતો માને છે.

  • Follow us on: