કેન્દ્ર સરકારની આવકવેરાની જૂની અને નવી વ્યવસ્થામાં સરકારી અને ખાનગી કર્મચારીઓના લીવ ટ્રાવેલ એલાઉન્સ LTA માટેના નિયમો સરખા છે. જૂની કર વ્યવસ્થા Old Tax System પસંદ કરે તો તેમને વર્ષમાં 2 વાર મુક્તિ મળે છે જ્યારે નવી કર વ્યવસ્થા New Tax Systemમાં LTA પર કર મુક્તિની કોઈ જોગવાઈ નથી.


વર્ષ 2025-26 માટે નાણા મંત્રાલય દ્વારા આવકવેરાના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી કર વ્યવસ્થામાં LTAનો લાભ લઈ શકતા નથી. જો તમે નાણાકીય વર્ષ 2025-26 માટે નવી કર વ્યવસ્થા પસંદ કરો છો અને પગારમાં LTA છે તો કર ચૂકવવો પડશે. બિલ ભરવામાં આવે કે ન આવે પણ કંપની તરફથી LTA મળે છે અને તમે નવી કર વ્યવસ્થા હેઠળ TDS કાપવાનો વિકલ્પ પસંદ કર્યો હોવાથી કરપાત્ર આવક ગણાશે.

LTA ચાર વર્ષના બ્લોકમાં 2 વાર મળે

LTA સુવિધા ચાર વર્ષના બ્લોકમાં બે વાર મળે છે. વર્તમાન બ્લોક 1 જાન્યુઆરી, 2022 થી શરૂ થાય છે અને 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન બે મુસાફરી પર LTA મુક્તિ મેળવી શકાય છે. કોઈ કર્મચારીએ ફક્ત એક જ મુસાફરી કરી હોય, તો તે મુસાફરીને આગામી બ્લોકના પહેલા વર્ષમાં ટ્રાન્સફર કરી શકાય છે.

પેકેજ મુજબ LTA ની રકમ મળે

સરકારી અને ખાનગી બંને શ્રેણીના કર્મચારીઓ જૂની કર વ્યવસ્થા પસંદ કરે છે, તો તેઓ વર્ષમાં બે વાર લાભ મેળવી શકે છે. કર્મચારી ભારતમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. જો 50,000 રૂપિયા ખર્ચ્યા હોય, પરંતુ કંપની તરફથી પગાર પેકેજમાં LTA રકમ 45,000 રૂપિયા હોય, તો તમને ફક્ત 45,000 રૂપિયા સુધી જ કર મુક્તિ મળે છે.

ખાનગી નોકરિયાતોને LTA મુક્તિ માટે જૂની વ્યવસ્થા

કોઈ ખાનગી નોકરી કરે છે અને LTA મુક્તિનો લાભ મેળવવો હોય તો, જૂની કર વ્યવસ્થાનું પાલન કરવું પડશે. જૂની કર વ્યવસ્થા હેઠળ કલમ 10(5) હેઠળ LTA પર મુક્તિનો દાવો કરી શકાય છે. આ માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડતું હોય છે.


  • Follow us on: