• આવનારા બજેટને લઇને ચર્ચાઓ તેજ
  • પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ થશે રજૂ
  • શું આ બજેટમાં ટેક્સમાંથી મળશે છૂટ ?

નાણા મંત્રાલય ટેક્સમાં છૂટ આપવાની જૂની સિસ્ટમમાં બદલાવ કર્યા વિના ઇન્કમ ટેક્સપેયર્સ માટે સ્ટાન્ડર્ડ કપાત સીમા વધારવા પર વિચાર કરી રહ્યું છે. એનડીએ સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનુ પહેલુ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કેપિટલ ગેન ટેક્સ સિસ્ટમમાં મોટા બદલાવની સંભાવના નથી. અલગ અલગ એસેટ ક્લાસમાં હોલ્ડિંગ સમયને સંરેખિત કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે પરંતુ સરકાર હાલ આ સિસ્ટમમાં ફેરફાર કરવા ઇચ્છુક હોઇ શકે નહી.

બજેટ પર ચર્ચા શરૂ

મહત્વનું છે કે બજેટની રૂપરેખા પર નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. નાણા મંત્રાલય હાલમાં વિવિધ મુદ્દે મુલ્યાંકન કરી રહ્યુ છે અને પીએમઓથી ફિડબેકના આધાર પર અંતિમ નિર્ણય લેતા પહેલા અન્ય સરકારી વિભાગો પાસેથી ઇનપુટ લેવામાં આવશે. મોટાભાગે સરકારી વિભાગ ટેક્સપેયર્સ વિશેષ કરીને મધ્યમ વર્ગ માટે ટેક્સમાં છૂટ આપવાના પક્ષમાં છે. મીડિયા રિપોર્ટની માનીઓ તો આ સમૂહ મોદી શાસનનો સમર્થક રહ્યો છે. પરંતુ હવે તે પોતાના દ્વારા ચૂકવણી કરવામાં આવેલા ટેક્સના બદલે મળનારા લાભો જેમકે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા અને શિક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

નોકરીયાતો માટે ફાયદાકારક

વર્ષ 2023ના બજેટમાં નાણા મંત્રીએ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ પગારદાર કરદાતાઓ અને પેન્શનરો માટે 50 હજારની સ્ટાન્ડર્ડ કપાતની શરૂઆત કરી. આ સ્ટાન્ડર્ડ કપાત ડોફોલ્ટ વિકલ્પ બની ગઇ સિવાય કે કરદાતા તેને પસંદ ન કરે. ઉપરાંત નવી કર પ્રણાલી હેઠળ 7 લાખ રૂપિયાથી વધુની કરપાત્ર આવક માટે કલમ 87A હેઠળ છૂટ વધારી દેવામાં આવી છે. આ ફેરફારથી આ સ્તર સુધીની કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિઓને નવી વ્યવસ્થા હેઠળ કર ભરવામાંથી છૂટ મળી છે.

આ ઉપરાંત 2023ની નવી સિસ્ટમ હેઠળ, સૌથી વધુ સરચાર્જને પણ ટેક્સ સ્લેબમાંથી દૂર કરવામાં આવ્યો છે. 3 લાખથી વધુની કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિઓએ હાલમાં 5% આવક વેરો ચૂકવવો પડે છે . ઉદ્યોગ જગતના નેતાઓએ ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે ઉચ્ચ આવક ધરાવતા જૂથો માટે ટેક્સના દરોને સમાયોજિત કરવાની દરખાસ્ત કરી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાથી ઉચ્ચ આવક મેળવનારાઓ સહિત તમામ પગારદાર કરદાતાઓને ફાયદો થશે, પછી ભલે તેનાથી આવકમાં થોડું નુકસાન થાય.


  • Follow us on: