અનુષ્કા યાદવ સાથે નામ ચગ્યા પછી તેજ પ્રતાપ હાલ ચર્ચામાં રહ્યા છે. લાલુ પ્રસાદે તેના પરિવારમાંથી અને પાર્ટીમાંથી તેજ પ્રતાપને હાંકી કાંઢ્યો છે. ત્યારબાદ બિહારની રાજનીતિમાં ગરમા ગરમીનો માહોલ છે. હવે સમગ્ર મામલે પ્રથમ વખત મૌન તોડ્યુ છે. તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર કહ્યુ છે કે મારા પપ્પા મમ્મી હુ તમને ખુબ જ પ્રેમ કરૂ છુ મારી સમગ્ર દુનિયા બસ તમારામાં સમાયેલી છે. ભગવાનથી વધીને તમે મારા માટે છો. એટલે તમારો જે પણ આદેશ હશે તે મને માન્ય રહેશે. તમે મારૂ સર્વસ્વ છો. બસ તમે બંને હંમેશા ખુશ ખુશાલ રહો.


તેજ પ્રતાપને લઇને લાલુ યાદવે આપ્યુ હતુ નિવેદન

તેજ પ્રતાપને પાર્ટીમાંથી હાંકી કાઢતા જ લાલુ પ્રસાદ યાદવે જાહેરમાં કહ્યુ હતુ કે અંગત જીવનમાં નૈતીક મૂલ્યોની અવગણના કરનાર સામાજીક પાયાને નબળા પાડી દે છે. પછી ભલે તે મારો પુત્ર કેમ નહોય આવી વાત ચલાવી લેવામાં નહી આવે. જવાબદારી પૂર્વકનું વર્તન કરતા માણસને શોભે તેવુ તેજ પ્રતાપનુ વર્તન નથી આથી પાર્ટી હોય કે મારો પરિવાર આવા લોકો માટે મારે ત્યાં કોઇ જગ્યા નથી. તેમની કોઇ ભૂમિકા અમારા માટે મહત્વની નથી. હું મારા પુત્રને તેની નૈતીક જવાબદારી ન સમજી શક્યો આથી 6 વર્ષ માટે સજાના ભાગ રૂપે તેને પાર્ટી માથી મારા પરીવારમાંથી હાંકી કાઢુ છુ.

આ વિચારોને આગળ વધારીને તેનુ પાલન કરીને હુ આ નિર્ણય લઇ રહ્યો છુ 

પોતાના જીવનમાં સારૂ ખરાબ જોવુ ગુણ દોષ જોવા માટે તે ખુદ સક્ષમ છે તેના સાથે વ્યવહાર કરતા પહેલા લોકોએ પોતે નિર્ણય લેવો. લોકજીવનમાં લોકલાજ મારા માટે ખુબ મુલ્યવાન છે આપણે સમાજમાં રહીને સમાજના બંધનોને તોડી કે અવગણી ન શકીએ. આ વિચારોને આગળ વધારીને તેનુ પાલન કરીને હુ આ નિર્ણય લઇ રહ્યો છુ મારા પુત્ર સાથે સંબંધ રાખતા પહેલા આ તમામ બાબતો વિચારીને આગળ વધશો.

તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો

24મેના રોજ તેજ પ્રતાપે ફેસબુક પોસ્ટ પર અનુષ્કા યાદવને લઇને એક તસવીર શેર કરી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે તે અનુષ્કા સાથે છેલ્લા 12 વર્ષથી રિલેશનમાં છે. આ પોસ્ટ થતાની સાથે જ ખળભળાટ થઇ ગયો હતો, પરિસ્થિતિને વણસતા જોઇને કદાચ તેજ પ્રતાપને પોતાની ભૂલ સમજાય તેણે સોશિયલ મીડિયા પરથી આ પોસ્ટને ફટાફટ ડીલિટ કરી દીધી અને બચાવમાં કહ્યુ કે મારૂ અકાઉન્ટ હેક થયુ છે મે આવી કોઇ પોસ્ટ કરી જ નથી, મારા વિરૂદ્ધ આ ષડયંત્ર છે.

જો કે આ થુંકેલુ ચાટવા જેવુ રહ્યુ સોશિયલ મીડિયામાં વાયુવેગે આ વાત વહેતી થઇ અને પછી લાલુએ તેજને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યો. 

  • Follow us on: