- અમિત શાહનો નકલી વીડિયો વાયરલને લઇ કાર્યવાહી તેજ
- દિલ્હી પોલીસે તેલંગાણાના CMને રેવંત રેડ્ડીને મોકલ્યું સમન્સ
- પોલીસે સમગ્ર મામલે 5 લોકોની કરી ઓળખ
લોકસભા ચૂંટણી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને નકલી ગણાવીને ભાજપે તેલંગાણા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. દિલ્હી પોલીસે આ મામલે તેલંગાણાના CMને સમન્સ મોકલ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વાયરલ વીડિયોને લઈને દિલ્હી પોલીસે તેલંગાણાના CM રેવંત રેડ્ડીને સમન્સ મોકલ્યું છે. CM રેવંત રેડ્ડીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટની IFSO ટીમ આજે સવારે તેલંગાણા પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી. ટીમે આ કેસમાં 5 લોકોની ઓળખ કરી છે.
લોકસભા ચૂંટણી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ફેક ગણાવીને ભાજપે તેલંગાણા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. આ વીડિયોને નકલી ગણાવતા ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આવા નકલી વીડિયોથી હિંસા પણ થઈ શકે છે. આ મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે કેસ નોંધ્યો હતો.
નકલી વીડિયોમાં શું છે?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસ નોંધ્યો હતો. વાસ્તવમાં, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં આરક્ષણની વાત છે, જે ડીપ ફેક ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી છે. બીજેપી આઈટી હેડ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે ગૃહમંત્રી અમિત શાહે SC, ST અને OBCનો હિસ્સો ઘટાડવાની કોઈ વાત કરી નથી. આ પોસ્ટ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.