• CAની પરીક્ષા યોજાશે નિયત તારીખે જ
  • સુપ્રિમ કોર્ટે તારીખો પર વિચારણા કરવાની અરજી નકારી
  • લોકસભાની ચૂંટણીને લઇને પરીક્ષા પોસ્ટપોર્ન કરવા કરી હતી અરજી

લોકસભાની ચૂંટણી ટાણે મે મહિનામાં યોજાનારી સીએની પરીક્ષાના કેટલાક પેપર સ્થગિત કરવાની માંગની અરજી સુપ્રિમ કોર્ટે નકારી કાઢી છે. સુપ્રિમ કોર્ટે આ અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો છે.

શું કહ્યુ કોર્ટે ?

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) એ ચૂંટણીની તારીખો પર પરીક્ષાઓ નક્કી કરી નથી. તેમણે જણાવ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી 7 અને 13 મેના રોજ યોજાવાની છે અને 6 મે અને 12 મેના રોજ કોઈ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું નથી.તેમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષાની તારીખ બદલવાથી પરીક્ષાના સંચાલન માટે પહેલાથી જ કરવામાં આવેલી વ્યાપક વ્યવસ્થામાં વિક્ષેપ પડશે જેની વિદ્યાર્થીઓ સાથે ગંભીર અસર પડી શકે છે. આથી સુપ્રિમ કોર્ટે પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે પરીક્ષાનું સમયપત્રક નીતિગત નિર્ણયથી સંબંધિત છે.

મતદાનને લઇને શું કહ્યું CJIએ ?

સીજેઆઈએ વધુમાં જણાવ્યું કે મતદાનના અધિકારના મહત્વને ધ્યાનમાં રાખીને અમે એ પરીક્ષાર્થીઓની સ્થિતિની તપાસ કરી છે જેઓ પરીક્ષામાં સામેલ ગશે અને તેમણે મતદાન પણ કરવાનું હોય. 591 કેન્દ્ર ઠે અને મતદાનની તારીખે તો કોઇ પરીક્ષા છે જ નહી. આ સ્તરે જ્યારે 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ રજસ્ટર્ડ થયા છે તો આ સ્તરે કોઇ રાહત ભર્યુ પરિણામ એ ગંભીર પૂર્વગ્રહ ગણાશે.

સુપ્રિમ કોર્ટમાં શું કરાઇ હતી અરજી ?

મહત્વનું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA)ની પરીક્ષા 2જી મેથી શરૂ થઈ રહી છે અને 17મી મે સુધી ચાલશે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે 8 મે અને 14 મેના રોજ યોજાનારી પરીક્ષાઓને અન્ય તારીખો પર મુલતવી રાખવામાં આવે કારણ કે કેટલાક રાજ્યોમાં 7 અને 13 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.


  • Follow us on: