• કેન્દ્ર સરકારના મહત્ત્વના બિલને મળી મંજૂરી
  • સરકાર હવે કટોકટી સમયે મેસેજ મોકલી શકશે
  • ગઈકાલે લોકસભા, આજે રાજ્યસભામાં બિલને મંજૂરી મળી


દેશમાં સરકાર બનાવટી સિમકાર્ડથી ઠગાઈ અને આવા જ વિવિધ ગુનાઓ પર કાબૂ કરવા જઈ રહી છે. સંસદમાં બંને ગૃહમાં ટેલિકોમ બિલ-2023ને બહાલી અપાઈ છે. આ વિધેયકમાં બનાવટી સિમ લેનારને ત્રણ વર્ષની સજા અને 50 લાખની સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ કાયદાનું રૂપ ધારણ કરી લેશે.

નવું ટેલિકોમ્યુનિકેશન બિલ-2023 ગુરુવારે લોકસભામાં પાસ થયું અને આજે રાજ્યસભામાં પણ આને લીલી ઝંડી મળી ગઈ છે. હવે આ બિલ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કારણોને લીધે કોઈપણ નેટવર્કને ટેક ઓવર, મેનેજમેન્ટ અથવા તેને સસ્પેન્ડ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક સેફટી માટે જરૂર જણાશે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર મેસેજ અને ઈન્ટરસેપ્ટ કરી શકશે.

નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 138 જૂના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમનું સ્થાન લઈ લેશે. ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ હજી ટેલિકોમ સેકટરને કંટ્રોલ કરે છે. આ બિલ ધ ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ-1033 અને ટેલિગ્રાફ વાયર્સ એક્ટ-1950નું પણ સ્થાન લેશે. આ ઉપરાંત આ બિલ TRAI એક્ટ-1997નો પણ સુધારો કરશે.

ફેક સિમ લેનાર ચેતી જજો

આ બિલમાં ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને સિમકાર્ડ ઈશ્યૂ કરતા પહેલાં ફરજિયાત રીતે બાયોમેટ્રિક ઓળખ કરવાનું કહેવાયું છે. બિલમાં બનાવટી સિમ ખરીદી પર ત્રણ વર્ષની જેલ અને 50 લાખનો દંડની જોગવાઈ છે. બિલમાં ઓટીટી પ્લેટફોર્મ જેવા ઈ-કોમર્સ, ઓનલાઈન મેસેજિંગને ટેલિકોમ સર્વિસેજની પરિભાષાથી બહાર રખાયા છે. ગત વર્ષે જ્યારે ટેલિકોમ્યુનિકેશન બિલનો ખરડો રજૂ કરાયો હતો ત્યારે ઓટીટીઓ સર્વિસ પણ બિલમાં સમાવેશ કરાયો હતો. જેને લઈ પાછળથી ભારે હોબાળો થયો હતો. બાદમાં સરકારે આ બિલને હટાવી દીધું હતું.

 આ બિલથી લાઈસેસિંગ સિસ્ટમમાં ફેરફાર આવશે. હાલના સમયમાં સર્વિસ પ્રોવાઈડરને અલગ-અલગ સેવા માટે લાયસન્સ લેવું પડે છે, પરંતુ આ બિલ કાયદો બનતાની સાથે જ લાયસેન્સિંગમાં એકરૂપતા આવી જશે. નવા ટેલિકોમ બિલમાં એવી પણ જોગવાઈ કરાઈ છે કે કન્ઝ્યૂમર્સ અને ગુડ્ઝ, સર્વિસેજ માટે જાહેરાત અને પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા તેની મંજૂરી લેવી પડશે. ટેલિકોમ કંપનીએ એક ઓનલાઈન મેકેનિઝમ બનાવવું પડશે, જેનાથી ગ્રાહકો ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે. આ બિલમાં ટેલિકોમ સ્પેકટ્રમની વહીવટી ફાળવણીની જોગવાઈ છે. જેનાથી સર્વિસની શરૂઆતમાં ભારે તેજી આવશે. નવા બિલમાં એવો પ્રસ્તા પણ કરાયે છે કે સરકારને વહીવટી રીતે સેટેલાઈટ્સ સ્પેકટ્રમ ફાળવણી કરવાનો અધિકાર આપવો જોઈએ. અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓએ હરાજીમાં હિસ્સો લીધો છે અને સ્પેકટ્રમ જીતવા માટે બોલી પણ બોલાઈ છે.


કાયદાના નિષ્ણાતોએ આરોપ મૂક્યો છેકે આ બિલથી ટ્રાય માત્ર રબર સ્ટેમ્પ બનીને રહી જશે. કારણ કે, આ બિલ રેગ્યુલેટરની શક્તિઓને ઘણા અંશ સુધી નબળું કરે છે. બિલમાં ટ્રાય અઘ્યક્ષની ભૂમિકા માટે ખાનગી સેકટરના કોર્પોરેટ અધિકારીઓની નિમણૂકોને મંજૂરી આપવાની જોગવાઈ છે. આ તમામ જોગવાઈને લઈ સંસદમાં ચર્ચા થઈ શકે છે. નવા બિલથી અમેરિકી બિઝનેસમેન એલન મસ્કની સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓને ફાયદો થશે.  


  • Follow us on: