• ઉત્તરપ્રદેશ મદ્રેસા એક્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી
  • મદ્રેસાના વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ આપવા HCનો આદેશ 
  • અરજીમાં હાઈકોર્ટના નિર્ણય પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરાઇ

ઉત્તરપ્રદેશ મદ્રેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે મદ્રેસાના વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે તેવો હાઈકોર્ટની લખનૌ બેન્ચે 22 માર્ચે આદેશ આપ્યો હતો.

ઉત્તર પ્રદેશ મદ્રેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટની લખનૌ બેન્ચે 22 માર્ચે આદેશ આપ્યો હતો કે તમામ મદ્રેસાના વિદ્યાર્થીઓને રાજ્યની સરકારી સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે.

અંજુમ કાદરી નામના વ્યક્તિએ આની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત અન્ય પક્ષકારો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકે છે. અંજુમ કાદરી અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હાઈકોર્ટના નિર્ણય પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ આદેશ મદરેસામાં ભણતા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બગાડશે.

  • Follow us on: