- લોકસભાની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ
- ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો યુદ્ધના ધોરણે પ્રચારમાં
- મુકેશ સાહનીની VIP પાર્ટી હવે મહાગઠબંધનના માર્ગે
લોકસભાની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, RJD તેના ક્વોટાની 26 સીટોમાંથી 3 સીટો મુકેશ સાહનીને આપશે. મુકેશ સાહનીની પાર્ટીને ગોપાલગંજ, ઝાંઝરપુર અને મોતિહારી મળી છે.
મળતી માહિતી મુજબ, મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) એ મહાગઠબંધનમાં પ્રવેશ કર્યો છે. આરજેડીએ તેના ક્વોટામાંથી સાહનીની પાર્ટી VIPને ત્રણ સીટો આપવાની જાહેરાત કરી છે. RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે, તેમની પાર્ટી મુકેશ સાહનીની પાર્ટીને તેની 26 બેઠકોના ક્વોટામાંથી 3 બેઠકો આપશે. આ સીટો છે ગોપાલગંજ, ઝાંઝરપુર અને મોતિહારી. અગાઉ સમાચાર આવ્યા હતા કે RJDએ મુકેશ સાહનીને વિલયનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેમણે ફગાવી દીધો હતો.













