- ગત માર્ચમાં રેકોર્ડ બ્રેક 95.6 લાખ તીર્થયાત્રીઓ વારાણસીની મુલાકાત લઈ ચૂકયા છે
- આ ઉનાળું વેકેશનમાં ધાર્મિક સ્થળો સહેલાણીઓની પ્રથમ પસંદ
- 2022ની તુલનાએ2023માં અયોધ્યાની યાત્રા માટેની પૂછપરછમાં 585 ટકાનો ઉછાળો આવ્યો
અગાઉના ઉનાળું વેકેશનમાં એવું જોવા મળતું હતું કે, લોકો ઠંડા પ્રદેશોમાં સહેલગાહની મોજ માળવાનું વધુ પસંદ કરતા હતા. જેથી અંગ દઝાડતી ગરમીમાંથી થોડા સમય માટે રાહત મળી શકે. પણ હવે પ્રવાસન મામલે સહેલાણીઓનો મિજાજ બદલાયેલો દેખાય છે. કેમ કે, આ વખતે ગરમીઓની રજાઓમાં પ્રવાસીઓએ ધાર્મિક સ્થળોની યાત્રા કરવાનું વધુ પસંદ કર્યું છે. જેનો પુરાવો છે સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ રહેલા વીડિયો.
પવિત્ર ધાર્મિક સ્થળ કેદારનાથ ખાતે સહેલાણીઓનું ઘોડાપૂર આવ્યું
હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એવા ઘણાં વીડિયો વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે, પવિત્ર ધાર્મિક સ્થળ કેદારનાથ ખાતે સહેલાણીઓનું ઘોડાપૂર આવ્યું છે. ધાર્મિક સ્થળ ખાતે પ્રવાસીઓનું કિડીયારૂં ઊભરાયું છે.
પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા માટેની પૂછપરછમાં છેલ્લા બે વર્ષમાં 97 ટકાનો ઉછાળો નોંધાયો
વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં અયોધ્યાના પ્રવાસ માટેની પૂછપરછમાં 585 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે ઉજજૈન અને કેદારનાથ માટેની યાત્રાની ઈન્કવાયરીમાં વર્ષ 2022ની તુલનાએ વર્ષ 2023માં અનુક્રમે 359 ટકા અને 343 ટકાનો વધારો નોંધાયો છે, એવી હકીકત એક રિપોર્ટના આધારે બહાર આવી હતી. આ જ પ્રકારે અમરનાથના પ્રવાસ માટે પૂછપરછમાં 329 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે કેદાનાથ માટે 322 ટકા, મથુરા માટે 223 ટકા, દ્વારકાધીષ માટે 193 ટકા, શિરડી માટે 181 ટકા, હરિદ્વાર માટે117 ટકા અને બોદ્ધગયા માટે પૂછપરછમાં 114 ટકાનો વધારો થયો છે.
ધાર્મિક સ્થળોના પ્રવાસમાં વધારો
હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામ યાત્રા માટેના ઓફલાઈન નોંધણી કેન્દ્રો લાંબા સમયથી અલગ નથી, જ્યાંની મુલાકાત પહેલાથી જ 14 લાખ સહેલાણીઓ લઈ ચૂકયા છે અને નોંધણીની સાપ્તાહિક સરેરાશ મર્યાદા25,000ના આંકને વટાવી ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ વખતે માર્ચ માસમાં રેકોર્ડ બ્રેક 95.6 લાખ તીર્થયાત્રીઓ વારાણસીની મુલાકાત લઈ ચૂકયા છે. પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલી દેશની તમામ અગ્રણી કંપનીઓ કટરા, પૂરી અને અયોધ્યા જેવા ધાર્મિક સ્થળો ખાતે પોતાની પ્રવૃત્તિ વિકસાવવા હાલ ભારે પળોજણ કરી રહ્યા છે.
જો ધાર્મિક પ્રવાસનમાં આ પ્રમાણે જ વધારો થતો રહેશે
જો ધાર્મિક પ્રવાસનમાં આ પ્રમાણે જ વધારો થતો રહેશે તો વર્ષ 2028 સુધીમાં એકલા આવા ટુરિઝમથી જ રૂ5,900 કરોડની આવક પ્રાપ્ત થશે. એટલું જ નહીં રોજગાર ક્ષેત્રે પણ આ ધાર્મિક પ્રવાસનની નોંધપાત્ર હકારાત્મક અસર પડશે. એવો અંદાજ છે કે, વર્ષ 2030સુધીમાં ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે રોજગારની કાયમી કે કામચલાઉ 14કરોડ તકો પેદા થશે.