• નીટ પેપર લીક મામલે સુપ્રિમ કોર્ટે માગ્યો જવાબ
  • કેન્દ્ર અને કેન્દ્રની રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને ફટકારી નોટિસ
  • NTAએ 4 અરજી દાખલ કરી હતી

NEET પેપર લીક કેસ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્રની રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ પાઠવી છે. જેમાં NEET-UG, 2024 સંબંધિત અરજીઓને હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસોમાં હાઈકોર્ટ સમક્ષની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ફરી પુનરોચ્ચાર કર્યો કે કોર્ટ કાઉન્સેલિંગ પ્રક્રિયાને અટકાવશે નહીં.

8 જુલાઇએ વધુ સુનાવણી

જસ્ટિસ વિક્રમનાથની આગેવાની હેઠળની બે સભ્યોની બેન્ચે હાઈકોર્ટમાં પેન્ડિંગ આ સંબંધિત કેસોની સુનાવણી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે અમે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ કરીશું. મહત્વનું છે કે મેઘાલય કેન્દ્ર પર NEET-UG પરીક્ષામાં હાજર રહેલા અને કથિત રીતે 45 મિનિટ ઓછા મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે કેન્દ્ર અને NTAને નોટિસ આપી હતી

NTAએ 4 અરજી દાખલ કરી હતી

NEET પેપર લીક કેસમાં વિદ્યાર્થીઓના 20 જુદા જુદા જૂથો સિવાય, NTA દ્વારા 4 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આવતા મહિને 8મી જુલાઈએ સુનાવણી કરશે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને એસવીએન ભાટીની વેકેશન બેન્ચે એનટીએ દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓ પર સંબંધિત પક્ષકારો પાસેથી જવાબો પણ માંગ્યા હતા, જેમાં હાઈકોર્ટમાંથી કેટલીક પેન્ડિંગ પિટિશનને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષામાં હાજર રહેલા 20 વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી એક અરજીમાં એનટીએ અને અન્યને પરીક્ષા નવેસરથી આયોજિત કરવા નિર્દેશ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.


  • Follow us on: