• અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ પદના લીધા શપથ
  • શપથ દરમિયાન પેલેસ્ટાઇનનો લગાવ્યો હતો નારો
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આપી પ્રતિક્રિયા

AIMIM દ્વારા સંસદમાં શપથ લેવા દરમિયાન બોલાયેલા શબ્દોને લઇને કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું કે જે રીતે ઓવૈસીએ શપથ લીધા તેનાથી દેશનું અપમાન થયું છે.

'પેલેસ્ટાઈન ઝિંદાબાદ' કહેવું ગુનો -ગિરિરાજસિંહ

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પેલેસ્ટાઈન ઝિંદાબાદ' કહેવું ગુનો છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમને સંસદમાંથી દૂર કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે 18મી લોકસભાના પહેલા સત્રના બીજા દિવસે AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા પછી તેમણે પહેલા જય ભીમ કહ્યું, ત્યારબાદ તેમણે જય ભીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા.


હૈદરાબાદ ઓવૈસીનું ગણાય છે ગઢ

મહત્વનું છે કે હૈદરાબાદ ઓવૈસીનો ગઢ ગણાય છે. આ વખત ભાજપે માધવી લતાને મેદાને ઉતાર્યા હતા. પરંતુ આ વખતે પણ ઓવૈસીની જીત થઇ હતી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી 2004માં હૈદરાબાદ લોકસભા સીટથી ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી તેણે 2009, 2014, 2019 અને 2024માં પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. 

  • Follow us on: