• કોંગ્રેસે ખાતા ફ્રિઝ કરવા બાબતે ભાજપ પર કર્યો પ્રહાર
  • જે.પી નડ્ડાએ કોંગ્રેસને આપ્યો વળતો જવાબ
  • કહ્યુ, તેમની નાદારી આર્થિક નહી નૈતિક અને બૌદ્ધિક છે

બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડાએ કોંગ્રેસ દ્વારા ખાતા ફ્રિઝ કરવા બાબતે કરેલા આરોપોનો વળતો જવાબ આપ્યો છે. તેમનું કહેવુ છે કે લોકસભાની ચૂંટણીમાં હારના ડરને કારણે તેઓ લોકતંત્ર અન સંસ્થાઓ વિરુદ્ધ મન ભરીને ગુસ્સો ઠાલવી રહી છે.

હારનો ડર સતાવી રહ્યો છે- જે.પી નડ્ડા

આ અંગે જે.પી નડ્ડાએ ટ્વિટર પર કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે કોંગ્રેસને જનતા દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવશે અને ઐતિહાસિક હારના ડરથી તેમના ટોચના નેતૃત્વએ પત્રકાર પરિષદને સંબોધી. ભારતીય લોકશાહી અને સંસ્થાઓ વિરુદ્ધ નિવેદનો કર્યા. તેઓ સરળતાથી અપ્રસ્તુતાને 'નાણાકીય મુશ્કેલીઓ' પર દોષ ઢોળી રહી છે. વાસ્તવમાં તેમની નાદારી આર્થિક નહી પણ નૈતિક અને બૌદ્ધિક છે.


કૌભાંડોમાંથી એકઠા થયેલા નાણા વાપરોને

જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પોતાની ભૂલો સુધારવાને બદલે પોતાની સમસ્યાઓ માટે અધિકારીઓને જવાબદાર ઠેરવી રહી છે. આઈટી હોય કે દિલ્હી હાઈકોર્ટ, તેમણે કોંગ્રેસને નિયમોનું પાલન કરવા, બાકી રકમ ચૂકવવા કહ્યું છે, પરંતુ પાર્ટીએ ક્યારેય એવું કર્યું નથી. તેમણે કહ્યું કે જે પાર્ટીએ દરેક ક્ષેત્ર, દરેક રાજ્ય અને ઈતિહાસની દરેક ક્ષણને લૂંટી છે તેના માટે આર્થિક લાચારીની વાત કરવી હાસ્યાસ્પદ છે. જીપથી લઈને હેલિકોપ્ટર કૌભાંડથી લઈને બોફોર્સ સુધી તમામ કૌભાંડોમાંથી એકઠા થયેલા નાણાંનો કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકે છે. જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કહે છે કે ભારતમાં લોકતંત્ર હોવું જુઠ્ઠું છે. હું તેમને નમ્રતાપૂર્વક યાદ અપાવીશ કે ભારતમાં 1975 અને 1977 વચ્ચે માત્ર થોડા મહિનાઓ માટે લોકશાહી નહોતી અને તે સમયે ભારતના વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી સિવાય અન્ય કોઈ નહોતા.

કોંગ્રેસનો શું છે આરોપ ?

કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા પાર્ટીના બેંક ખાતાઓ 'ફ્રીઝ' કરી દેવામાં આવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસને આર્થિક રીતે નબળી પાડવાનો આયોજનબદ્ધ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ કહ્યું કે લોકશાહી માટે ચૂંટણીઓ જરૂરી છે, અને એ પણ જરૂરી છે કે તમામ રાજકીય પક્ષો માટે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, તેનો અર્થ એ નથી કે સત્તામાં રહેલા લોકોનો સંસાધન પર એકાધિકાર હોવો જોઈએ અને દેશની સંસ્થાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિયંત્રણ રાખવું જોઈએ. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દેશમાં લોકશાહી બચી નથી અને લોકશાહી ફ્રિઝ થઈ ગઈ છે, કોંગ્રેસ પાર્ટીના ખાતા નહી. 

  • Follow us on: