બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ વચ્ચે લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાન બિહારના સીએમ નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા. તેમની બેઠક બાદ ચિરાગ પાસવાને બિહારના સીએમને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.
ચિરાગ પાસવાન મળ્યા નીતિશ કુમારને
ચિરાગ પાસવાને કહ્યું કે બિહારમાં મુખ્યમંત્રી માટે કોઇ વેકેન્સી નથી. બિહારમાં હાલના સીએમ નીતિશ કુમાર એનડીએ ગઠબંધનનુ નેતૃત્વ કરી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ચૂંટણી પરિણામો પછી મુખ્યમંત્રી નીતિસ કુમારના નેતૃત્વમાં અને પીએમ મોદીના વિચારો વાળી સરકાર, એક મજબૂત એનડીએની સરકાર. જેનું નેતૃત્વ સીએમ નીતિશ કુમાર કરતા હશે.
નીતિશ કુમાર જ કરશે બિહારનું નેતૃત્વ
તમને જણાવી દઈએ કે આજે પટનાના જ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનો કાર્યક્રમ છે અને આ માટે આજે જ્યારે તેઓ દિલ્હીથી પટના પહોંચ્યા ત્યારે તેઓ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને ગયા અને તેમને મળ્યા. આ મુલાકાત દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પોસ્ટરો લગાવીને આપણા નેતાઓ અને કાર્યકરો જે કંઈ કહી રહ્યા છે, તે સાચું નથી. નીતિશ કુમાર બિહાર એનડીએના સર્વાનુમતે સ્વીકૃત નેતા છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના વડા ચિરાગ પાસવાને પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથેની તેમની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચે કેવા છે સંબંધો?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચેનો સહયોગ અને સ્પર્ધા ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાને નીતિશના જેડીયુથી અલગ રસ્તો પસંદ કર્યો હતો. આનાથી ખળભળાટ મચી ગયો અને સંભવતઃ JDU ના પ્રદર્શન પર નોંધપાત્ર અસર પડી હતી. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં તેમનામાં સકારાત્મક પરિવર્તન આવ્યું.