- મનીષ સિસોદિયાએ રાજીનામું આપ્યું
- સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપ્યુ
- બંનેના રાજીનામા કેજરીવાલે મંજૂર કર્યા
દિલ્હી સરકારના બે મંત્રીઓએ રાજીનામું આપ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. માહિતી અનુસાર, CM અરવિંદ કેજરીવાલે તેમના રાજીનામાં સ્વીકાર્યા છે. દિલ્હી સરકારના આ બંને મંત્રીઓ હાલ વિવાદોમાં ઘેરાયેલા છે.













