• રામમંદિરના લોકાર્પણ પહેલા નિવેદનબાજી શરૂ
  • ભાજપના નેતાઓએ આપ્યો વળતો જવાબ
  • પૂજારીએ પણ જવાબ આપતા કહ્યું સુરક્ષા પૂરતી છે

રામ મંદિરનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. આગામી વર્ષે આ નિર્માણકાર્યની પૂર્ણાહુતિ થશે. આગામી વર્ષની શરૂઆતમાં જ મંદિરના કપાટ ખોલવા માટે ખાસ આયોજન બનાવાયું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરને લઈને એક નિવેદન આપ્યું હતું. જેના કારણે રાજકીય લોબીમાં ગરમાવો આવી ગયો હતો. તેમણે એવું કહ્યું હતું કે, અયોધ્યાના મંદિરના લોકાર્પણને કારણે ગોધરા જેવી દુર્ઘટના થઈ શકે છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે આ નિવેદનની ટીકા કરી છે.

મત માટે કોઈ પણ હદ સુધી જાય છે

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ મુદ્દે હું એક જ વાત કહીશ કે, સમગ્ર ગઠબંધન જે વડાપ્રધાન મોદીની વિરૂદ્ધમાં છે. તેઓ મત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. રામ મંદિર અંગે ઉદ્ધવ ઠાકરે આ પ્રકારની વાત કરી રહ્યા છે. જે ખરા અર્થમાં શરમજનક છે. અશોભનીય છે. અમે આવા નિવેદનની નિંદા કરીએ છીએ. રવિવારે ઉદ્ધવ ઠાકરેએ જલગાંવની એક રેલીમાં સંબોધન કરતા ભાજપને ટાર્ગેટ કરીને આ વાત કહી હતી. એમના નિવેદન સાથે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેઓ અમને વફાદારી ન શીખવાડે. એકનાથ શિંદેએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે થાણે જિલ્લાની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનના નેતા હવે હિન્દુ ધર્મની વિરૂદ્ધમાં જઈ રહ્યા છે.

ચહેરો ઉઘાડો પડ્યો છે

હિન્દુ ધર્મ પ્રત્યે એમનો ચહેરો જે પદડા પાછળ હતો એ ઉઘાડો પડ્યો છે. આ મામલે પૂર્વ સીએમ ઠાકરે ચુપ છે. સત્તા માટે તેમણે વફાદારીને વેચી નાંખી છે. તેમણે બાલા સાહેબ ઠાકરેના વિચારોને વેચી નાંખ્યા છે. અમને કોઈ પ્રકારની વફાદારી ન શીખવાડો. બીજી તરફ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, વિપક્ષ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યો છે. આ એમની માનસિકતા દેખાડે છે. રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, કેટલાક લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. બીજી તરફ રામ મંદિરના મુખ્ય પૂજારી એમના નિવેદન સામે કહ્યું હતું કે, અહીંયા સુરક્ષાની પૂરી વ્યવસ્થા છે. કોઈ એક વાળ પણ વાંકો કરી શકે એમ નથી. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે, ઝાડનું પાદડું પણ હલે એમન નથી. તેઓ ડરાવવાનું કામ કરી રહ્યા છે. સત્યાપાલ મલિક, પ્રશાંત ભૂષણ અને ઉદ્ધવ ઠાકરે એવું નિવેદન આપ્યું છે કે, રમખાણો થશે. આવું કહેવું ખોટું છે. પોલીસની સાથે સૈન્યની ટુકડીઓ પણ છે.

  • Follow us on: