- રાઘવેન્દ્ર ઉમેશ પાલની સુરક્ષા હેઠળ તૈનાત હતા અને ગોળીબારમાં ઘાયલ થયા હતા
- SGPGI લખનૌમાં સારવાર દરમિયાન આજે સાંજે રાઘવેન્દ્ર સિંહનું મૃત્યુ થયું હતું
- ઉમેશ પાલને બચાવતા એક પોલીસકર્મી સંદીપ નિષાદનું પહેલા જ મોત થયું હતું
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં ગોળીબાર દરમિયાન ઘાયલ થયેલા અન્ય કોન્સ્ટેબલ રાઘવેન્દ્ર સિંહનું પણ મોત થયું છે. રાઘવેન્દ્ર ઉમેશ પાલની સુરક્ષા હેઠળ તૈનાત હતા અને ગોળીબારમાં ઘાયલ થયા પછી, તેઓ SGPGI લખનૌમાં સારવાર હેઠળ હતા, જ્યાં બુધવારે સાંજે તેમનું મૃત્યુ થયું હતું.
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના જયંતિપુર વિસ્તારમાં ઉમેશ પાલ પર થયેલા હુમલામાં રાઘવેન્દ્ર સિંહને પણ ઘણી ગોળીઓ વાગી હતી. બીજી તરફ, ઉમેશ પાલને બચાવતા એક પોલીસકર્મી સંદીપ નિષાદનું પહેલા જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ રાઘવેન્દ્રને પ્રયાગરાજની સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત સતત બગડતી રહી હતી, ત્યારબાદ તેમને ગ્રીન કોરિડોર કરી 26 ફેબ્રુઆરીએ SGPGI લખનૌમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.













