• કોરોનામાં શરૂ કરાઇ હતી યોજના
  • છત્તીસગઢમાં કરી જાહેરાત
  • ગેરંટીનો અર્થ વચન પુરૂ થશે: PM

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કોવિડ મહામારીમાં શરૂ કરાયેલી PM ગરીબ કલ્યાણ યોજનાને આગામી 5 વર્ષ સુધી ચાલૂ રાખવાને મંજૂરી આપવામાં આવી છે. હવે 5 વર્ષ સુધી ગરીબોને કેન્દ્ર સરકાર મફત અનાજ આપશે. PM ગરીબ કલ્યાણ યોજનાને વિસ્તૃત કરવાના કેન્દ્રના ઇરાદાનો ઉલ્લેખ ખુદ વડાપ્રધાન મોદીએ આ મહિનાની શરૂઆતમાં તેમની ચૂંટણી રેલીઓ દરમિયાન કર્યો હતો.

કોરોનાના સમયે થઇ હતી PMGKAY યોજનાની શરૂઆત

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) એપ્રિલ 2020 માં ખાસ કરીને દેશમાં કોવિડ-19 રોગચાળાને કારણે આર્થિક સ્થિતિને કારણે ગરીબ અને જરૂરિયાતમંદોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે શરૂ કરવામાં આવી હતી. PMGKAY યોજના માત્ર ત્રણ મહિના (એપ્રિલ-જૂન 2020) માટે શરૂ કરવામાં આવી હતી. જોકે, તેને સતત 7 તબક્કામાં ડિસેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને તેનો લાભ લીધો હતો.

ગરીબોને મળશે મફત રાશન

ખાસ વાત એ છે કે 4 નવેમ્બરે છત્તીસગઢના દુર્ગમાં એક ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાને મફત રાશન યોજનાને લંબાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે મેં નક્કી કર્યું છે કે ભાજપ સરકાર દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને આગામી 5 વર્ષ સુધી લંબાવશે. તમારો પ્રેમ અને આશીર્વાદ મને આવા નિર્ણયો લેવાની શક્તિ આપે છે. વડા પ્રધાને કહ્યું હતું કે યોજનાના વિસ્તરણથી ગરીબો દ્વારા બચાવવામાં આવતા નાણાં તેમને અન્ય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે મોદીની ગેરંટીનો અર્થ એ છે કે વચન પુરૂં થશે.

  • Follow us on: