• કોંગ્રેસ પાર્ટીએ પૂછ્યું કે, કાશ્મીર સે ક્યા વાસ્તા હૈ?
  • અમિત શાહે કહ્યું કાશ્મીર ભારતનો અભિન્ન અંગ
  • રાજ્ય અને નાગરિકોનો જમ્મુ-કાશ્મીર પર અધિકાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, એ સાંભળવું શરમજનક છે કે કોંગ્રેસ પાર્ટી પૂછે છે, કાશ્મીર સે ક્યા વસ્તા હૈ? તો હું કોંગ્રેસ પાર્ટીને યાદ અપાવવા માંગુ છું કે J&K ભારતનો અભિન્ન અંગ છે અને દરેક રાજ્ય અને નાગરિકોનો જમ્મુ-કાશ્મીર પર અધિકાર છે.

ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીર સાથે શું સંબંધ છે મુદ્દે ટ્વિટ કર્યુ

જેમ જમ્મુ અને કાશ્મીરના લોકોનો બાકીના ભારત પર અધિકાર છે. કોંગ્રેસને ખબર નથી કે, રાજસ્થાનના ઘણા બહાદુર પુત્રોએ કાશ્મીરમાં શાંતિ અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.



  • Follow us on: