• કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન
  • "ભારત ટ્રેનોમાં વપરાતા વ્હીલ્સનો ઉપયોગ કરશે"
  • "સ્ટાન્ડર્ડ ગેજ રેક્સ પર અમારું ધ્યાન કેન્દ્રીત "

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત રેલ્વેમાં વપરાતા વ્હીલ્સનો નિકાસકાર બનવા તૈયાર છે. તેમણે કહ્યું કે તમિલનાડુમાં પ્લાન્ટ બનાવવાની સાથે જ બાંધકામની કામગીરીઓ શરૂ થઈ ગઈ છે. 

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતના વિકાસમાં થઇ રહેલી પ્રગતિ અંગે જણાવતા કહ્યું હતું કે, ભારત રેલવેમાં વપરાતા વ્હીલ્સનો વધુ નિકાસ કરવા માટે ભારત હમેશા તૈયાર છે. ટ્રેનોના વ્હીલ્સ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સેમિકન્ડક્ટર ઉત્પાદક ક્વાલકોમના ચેન્નાઈ ડિઝાઇન સેન્ટરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, તેમણે કહ્યું કે, તમિલનાડુમાં ફેક્ટરીની સ્થાપના સાથે બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. 

ભારત ટ્રેનોમાં વપરાતા વ્હીલ્સનો ઉપયોગ કરશે - વૈષ્ણવ

આ દરમિયાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તમે બધા જાણો છો કે વંદે ભારત ટ્રેન સફળ રહી છે. વંદે ભારત ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતા પૈડાં ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના હોય છે. આ વ્હીલ્સ ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી બનાવવામાં આવે છે. આવા પૈડાં બનાવવા માટે ફેક્ટરીઓ સ્થપાઈ રહી છે. જેની ક્ષમતા 2.5 લાખ વ્હીલ્સનું ઉત્પાદન કરવાની હશે. ભારતમાં લગભગ 80 હજાર વ્હીલ્સનો ઉપયોગ થશે, બાકીના 1.70 લાખની નિકાસ કરવામાં આવશે.

ટ્રેનના વ્હીલ્સના આયાતકાર નહીં, હવે નિકાસકાર બનીશું - વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલવે 60થી 70 વર્ષ સુધી વ્હીલ્સની આયાત કરતી હતી. પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત આ વ્હીલ્સના મોટા નિકાસકાર તરીકે ઉભરી આવશે. હું ખૂબ જ ખુશ છું કે તેની ફેક્ટરી તમિલનાડુમાં સ્થપાઈ રહી છે, આગામી 16થી 18 મહિનામાં ઉત્પાદન શરૂ થઈ જશે.

સ્ટાન્ડર્ડ ગેજ રેક્સ પર અમારું ધ્યાન - અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી સ્ટાન્ડર્ડ ગેજ વંદે ભારત ટ્રેનો પણ વિકસાવશે. સ્ટાન્ડર્ડ ગેજ રેકનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. સ્ટાન્ડર્ડ ગેજ વંદે ભારત ટ્રેનોને ડિઝાઇન અને પરીક્ષણ કરવાની જરૂર છે, જેના પગલે તેમને ઔપચારિક રીતે શરૂ કરતા પહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંજૂરીઓ મેળવવાની જરૂર છે, તેમણે ઉમેર્યું હતું કે આમાં થોડો સમય લાગશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે જો કે આ એક મોટી અને મુશ્કેલ પ્રક્રિયા છે, જો આપણે આજથી શરૂ કરીએ તો હવેથી પાંચ વર્ષમાં આપણી પાસે સારી સ્ટાન્ડર્ડ ગેજ પ્રોડક્ટ હશે, જે નિકાસ માટે તૈયાર હશે. 

  • Follow us on: