• યુપી ડે.સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન
  • પાર્ટી ચૂંટણી લડે છે અને જીતે છે- કેશવપ્રસાદ
  • ઓબીસી વર્કિંગ કમિટીની મળી હતી બેઠક

ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાની ઉત્તર પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠક લખનૌમાં યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ OBC સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠકમાં ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે.

પાર્ટી ચૂંટણી લડે છે અને જીતે છે- કેશવપ્રસાદ

કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે સરકારના બળ પર ચૂંટણી જીતાતી નથી. પાર્ટીના બળ પર જ ચૂંટણી જીતવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી અતિ આત્મવિશ્વાસને કારણે હારી ગયા. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપની ઓબીસી વર્કિંગ કમિટીની બેઠકમાં સ્વીકાર્યું હતું કે અમે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે હારી ગયા. તેમણે કહ્યું કે સરકારના બળ પર ચૂંટણી જીતાતી નથી, તપાર્ટી જ ચૂંટણી લડે છે અને પાર્ટી જ ચૂંટણી જીતે છે.

અફવાઓ પર ધ્યાન ન આપો- કેશવ પ્રસાદ મૌર્ય

કેશવ મૌર્યએ દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટીમાં હજુ ભાગદોડ થવાની છે. ડેપ્યુટી સીએમએ તેમના કાર્યકરોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓનો જવાબ આપવા કહ્યું. તેમણે કહ્યું કે જુઓ મીડિયામાં ઘણા ફેંકુ લોકો પણ છે. શું મીડિયામાં ચાલી રહ્યું છે, શું સોશિયલ મીડિયા પર ચાલી રહ્યુ છે તેના પર ધ્યાન ન આપો. પણ સતર્ક રહો અને જવાબ આપો.


ઓબીસી વર્કિંગ કમિટીની મળી હતી બેઠક

કેશવ પ્રસાદ મૌર્યએ વધુમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર માત્ર ફોટા પોસ્ટ કરવાથી કંઈ થશે નહીં. અખિલેશ અને કોંગ્રેસે સોશિયલ મીડિયા પર જવાબ આપવો પડશે. પછાત વર્ગોને મદદ કરવા માટે ભાજપે સોમવારે ઓબીસી વર્કિંગ કમિટીની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક હાજર હતા. સીએમ યોગીના આગમન પહેલા જ બંને ડેપ્યુટી સીએમ મીટિંગ છોડીને ચાલ્યા ગયા હતા.

  • Follow us on: