- યુપી સીએમ યોગી આદિત્યનાથનો મહત્વનો નિર્ણય
- યુપી પોલીસ અને PACમાં અગ્નિવીરોને અપાશે પ્રાથમિકતા
- સીએમ યોગીએ આ અંગે આપ્યુ નિવેદન
પીએમ મોદીએ આજે કારગિલ વિજય દિવસને લઇને દ્વાસમાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે અગ્નવીર યોજનાને લઇને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. અગ્નિવીર યોજનાને લઇને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે યુપી સરકારે અગ્નિવીરો માટે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેની જાહેરાત કરી છે. સીએમ યોગીએ કહ્યું કે અગ્નિવીર જ્યારે પોતાની સેવા પૂર્ણ કરીને પરત આવશે તો તેમને યુપી સરકાર પોલીસ સેવામાં, PACમાં પ્રાથમિકતાના આધારે એડજસ્ટમેન્ટની સુવિધા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસમાં તેમના માટે નિશ્ચિત રિઝર્વેશનની સુવિધા આપવામાં આવશે.
ભારતની અર્થવ્યવસ્થાને સન્માન જનક સ્થિતિમાં પહોંચાડી- સીએમ યોગી
સીએમ યોગીએ કહ્યું કે કોઈપણ દેશ અને સમાજ માટે પ્રગતિ અને સમૃદ્ધિના નીત નવા દાખલા સ્થાપિત કરવા માટે સમય સમય પર કરવામાં આવતા સુધારા જરૂરી છે. સતત દરેક વિભાગમાં છેલ્લા 10 વર્ષમાં ઘણા સુધારા કરીને ભારતની અર્થવ્યવસ્થાને સન્માન જનક સ્થિતિમાં પહોંચાડી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ઘણા પગલા લેવામાં આવ્યા. નવા સુધારા કરવામાં આવ્યા. ભારતને પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરવા માટે દરેક ક્ષેત્રમાં સુધારા કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષાને સમાન મહત્વ આપવાની જરૂર- સીએમ યોગી
તેમણે વધુમાં કહ્યું કે આપણે રાષ્ટ્રીય સુરક્ષાને સમાન મહત્વ આપવાની જરૂર છે. આ સુધારા સાથે સશસ્ત્ર દળો પણ આગળ વધ્યા છે. આજે ભારતીય સશસ્ત્ર દળો અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ છે. યુપી અને તમિલનાડુમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કોરિડોર વિકસાવવામાં આવી રહ્યા છે. આપણા સશસ્ત્ર દળો આ સુધારા સાથે આ ગતિએ આગળ વધી શકે તે સુનિશ્ચિત કરવા માટે અગ્નિવીર યોજનાને આગળ વધારવામાં આવી છે.
વિપક્ષનું કામ અવરોધ ઉભા કરવાનું- સીએમ યોગી
વિપક્ષ પર નિશાન સાધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સુધારા, પ્રગતિ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી દરેક વસ્તુમાં અવરોધ ઉભો કરવાનુ વિપક્ષનું કામ છે. તેઓ આ સતત કરે છે. વિપક્ષે આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. મને લાગે છે કે આપણે રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ માનીને સશસ્ત્ર દળોમાં સુધારા પર આગળ વધવું જોઈએ.