- કોર્ટને ચકરાવે ચઢાવે તેવો અનોખો કિસ્સો
- યુપીના કુશીનગરમાં બની ચોંકાવનારી ઘટના
- અલ્હાબાદ હાઇકોર્ટે આપ્યા તપાસના આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાંભળવામાં બહુ જ નવાઇ લાગે પણ શું કોઇ ભૂત એફઆઇઆર નોંધાવી શકે ખરા ? આવો જ કિસ્સો સામે આવ્યો છે અલ્હાબાદ હાઇકોર્ટમાં. જેમાં શબ્દ પ્રકાશ નામના વ્યક્તિએ 2014માં બે વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી. જો કે નવાઇ તો ત્યારે લાગી જ્યારે ખબર પડી કે શબ્દ પ્રકાશનું તો 2011માં જ મોત થઇ ગયું.
જમીન વિવાદનો મામલો
વર્ષ 2014માં મૃતક વ્યક્તિના નામે જમીન વિવાદમાં એક જ પરિવારના પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તપાસ અધિકારીએ નિવેદન નોંધ્યું હતું અને ચાર્જશીટ દાખલ કરી હતી. પછી કેસ ચાલુ રહ્યો. જ્યારે આ મામલો હાઈકોર્ટમાં આવ્યો ત્યારે કોર્ટે તમામ પાસાઓની તપાસ કરી અને કુશીનગર એસપીને પૂછ્યું - શું મૃત વ્યક્તિ અથવા ભૂત પણ FIR દાખલ કરીને નિર્દોષ લોકોને ફસાવી શકે ?
કુશીનગરની ઘટના
આ ઘટના કુશીનગરની છે. અહીં વર્ષ 2014 એક વ્યક્તિએ જમીનના કેસમાં એક પરિવારના પાંચ લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી અને કેસની તપાસ કરી રહેલા તપાસકર્તાએ તેનું નિવેદન નોંધ્યું હતું અને તેની ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જ્યારે મામલો ટ્રાયલ કોર્ટમાં આવ્યો ત્યારે કોર્ટે પણ તેની નોંધ લીધી હતી. પરંતુ મામલો જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટમાં આવ્યો ત્યારે
કોર્ટે તેની સુનાવણી કર્યા પછી કેસને રદ કરી દીધો અને એસપીને પૂછ્યું કે ભૂત કેવી રીતે એફઆઇઆર નોંધાવી શકે ?
મામલો ક્યારે આવ્યો સામે ?
જ્યારે કુશીનગરમાં રહેનાર આરોપી સહિત પુરુષોત્તમસિંહ સહિત તેના બે ભાઇ અને બે દીકરાએ પોલીસે દાખલ કરેલા આરોપ પત્રને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો હતો તેમણે કહ્યું કે શબ્દપ્રકાશે એફઆઇઆર 2014માં ફાઇલ કરાવી છે પરંતુ તેનું મોત તો 2011માં થઇ ગયું.
કોર્ટ પણ આ મામલો સાંભળી ચોંકી ગઇ. કે 2011માં જેનું મોત થઇ ગયુ છે તે 2014માં કેવી રીતે એફઆઇઆર કરી શકે. શું તેના ભૂતે એફઆઇઆર નોંધાવી ? તપાસમાં ભૂતનું નિવેદન નોંધીને ચાર્જશીટ દાખલ કરી છે અને 2023માં ભૂતિયાએ પોતે પણ હાઇકોર્ટમાં અરજીનો વિરોધ કરવા માટે કરેલી એફિડેવિટ પર પોતાની સહી કરી છે ?
તપાસનો આપ્યો આદેશ
સમગ્ર મામલે કોર્ટે આરોપીઓ વિરુદ્ધ દાખલ કરેલી ચાર્જશીટ રદ કરી દીધી છે. આ મામલે એસપપીને તપાસ કરવાને આદેશ આપ્યો છે. જે વ્યક્તિનું મોત 2011માં થયુ છે તેનું નિવેદન 2014માં કેવી રીતે નોંધ્યુ તેની માહિતી આપવા એસપીને કહેવામાં આવ્યુ છે.