• પ્રીતિ 1 ઓગસ્ટ, ગુરુવારે અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળશે
  • મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું
  • પ્રીતિ સુદન 2022થી UPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે

1983 બેચના IAS અધિકારી અને ભૂતપૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદનને UPSCના નવા અધ્યક્ષ (નવા ચેરપર્સન) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ 1 ઓગસ્ટ, ગુરુવારે અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળશે. એક મહિના પહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું. મનોજ સોનીએ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પ્રીતિ સુદન 2022થી UPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.

સુદન અગાઉ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયો ઉપરાંત ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે

આંધ્ર પ્રદેશ કેડરના અધિકારી, સુદન અગાઉ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયો ઉપરાંત ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમને નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન ઉપરાંત બેટી બચાવો, બેટી પઢાવો અને આયુષ્માન ભારત મિશનનું નેતૃત્વ કરવા અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ અંગે કાયદો બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.

પ્રીતિ સુદને વિશ્વ બેંક માટે સલાહકાર તરીકે પણ કામ કર્યું છે

પ્રીતિ સુદને, દેશમાં બે મુખ્ય કાર્યક્રમો શરૂ કરવા ઉપરાંત - 'બેટી બચાવો બેટી પઢાવો' અને 'આયુષ્માન ભારત', નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં ફાળો આપ્યો. સુદન તમાકુ નિયંત્રણ પરના ફ્રેમવર્ક કન્વેન્શનના COP-8ના પ્રમુખ તરીકે અને WHO સ્વતંત્ર પેનલ ફોર એપિડેમિક તૈયારી અને પ્રતિભાવના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વધુમાં, સુદન વિશ્વ બેંક સાથે સલાહકાર તરીકે કામ કર્યું છે.

સુદનને સરકારી વહીવટના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 37 વર્ષનો અનુભવ છે

જુલાઈ 2020 માં કેન્દ્રીય આરોગ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયેલા સુદનને સરકારી વહીવટના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 37 વર્ષનો અનુભવ છે. સુદન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)માંથી અર્થશાસ્ત્રમાં M.Phil કરેલુ છે. અને સામાજિક નીતિ અને આયોજનમાં M.Sc. ડિગ્રી મેળવી છે.

  • Follow us on: