- ઉત્તરાખંડના પૂર્વ વનમંત્રી હરકસિંહ રાવતને SCની ફટકાર
- ગેરકાયદે બાંધકામ, વૃક્ષો કાપવાની મંજૂરી બાબતે ઠપકો આપ્યો
- CBI માટે માર્ગદર્શિકા કરી જાહેર
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવતને કોર્બેટ ટાઇગર રિઝર્વમાં ગેરકાયદે બાંધકામ અને વૃક્ષો કાપવાની મંજૂરી આપવા બદલ સખત ઠપકો આપ્યો છે. રાવત સિવાય સુપ્રીમ કોર્ટે પૂર્વ IFS ઓફિસર કિશન ચંદને પણ બરાબર સંભળાવ્યુ છે.. આ ઉપરાંત કોર્ટે સીબીઆઈ માટે કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે
સમિતિની કરાઇ રચના
કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે આ મામલે 3 મહિનાની અંદર તપાસ રિપોર્ટ રજૂ કરે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે એક સમિતિની રચના કરી છે.જે એ જોશે કે કયા દેશમાં રાષ્ટ્રીય ઉદ્યાનોના બફર ઝોનમાં અથવા તેની નજીકના વિસ્તારોમાં ટાઇગર સફારી બનાવવાની મંજૂરી આપી શકાય છે ?
જીમ કોર્બેટની સફારીનું શું થશે?
સમિતિની ભલામણો પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી સફારીઓને પણ લાગુ પડશે. સુપ્રીમ કોર્ટે જિમ કોર્બેટ પાર્કમાં સફારી બનાવવાની પ્રસ્તાવિત યોજનાને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો આપતાં આ સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે જિમ કોર્બેટ પાર્કમાં સફારી બનાવવાની મંજૂરી આપી છે પરંતુ સ્પષ્ટ કર્યું છે કે સમિતિની ભલામણ આના પર પણ લાગુ થશે.
સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવતની મંજૂરી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સાથે જ અદાલતે કહ્યું કે મંત્રીની પરવાનગી ઉપરાંત બીજા પણ અનેક લોકો ગેરકાયદે બાંધકામમાં સામેલ હશે. કોર્ટે કોર્બેટ ટાઇગર રિઝર્વમાં વૃક્ષો કાપવા બાબતે પણ સખત ટિપ્પણી કરી છે. અદાલતનું કહેવુ છે કે હરકસિંહ રાવત અને પૂર્વ આઇએફએસ અધિકારી કિશન ચંદે લોકોના ભરોસાને જાણે તિલાંજલિ આપી દીધી.